પ્રજાસત્તાક દિન : દેશની ત્રણેય સેનાઓ કરે છે અલગ-અલગ રીતે સેલ્યુટ,જાણો બધાનો તફાવત

382

2006માં એરફોર્સે પોતાના જવાનો માટે સેલ્યુટના નવા ફોર્મ તૈયાર કર્યા હતા

નવી દિલ્હી,તા.26 જાન્યુઆરી,બુધવાર : આજે દેશભરમાં 73મા ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે.આ વર્ષની ગણતંત્ર દિવસની પરેડ કોરોના પ્રોટોકોલ સાથે આયોજિત થઈ હતી અને આ પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણેય સેનાઓની સલામી સ્વીકારી હતી.દેશની ત્રણેય સેના- થલ સેના,વાયુ સેના અને નૌસેનાની સેલ્યુટ કરવાની પદ્ધતિ અલગ-અલગ છે.તેના પાછળ એક ખાસ કારણ રહેલું છે.તો ચાલો જાણીએ કઈ સેના કઈ રીતે સેલ્યુટ કરે છે અને ત્રણેય વચ્ચે શું તફાવત છે તેના વિશે.

ઈન્ડિયન આર્મી સેલ્યુટઃ

ઈન્ડિયન આર્મી એટલે કે,થલ સેનાની સેલ્યુટ આખી હથેળી બતાવીને કરવામાં આવે છે.સેલ્યુટ સમયે હાથનો આખો પંજો સામે દેખાડવામાં આવે છે.તેમાં તમામ આંગળીઓ ખુલ્લી રહે છે તથા અંગૂઠો માથા અને આઈબ્રોની વચ્ચે રહે છે.

ઈન્ડિયન નેવી સેલ્યુટઃ
ઈન્ડિયન નેવી એટલે કે,નૌસેનાની સેલ્યુટ આર્મી સેલ્યુટ કરતાં અલગ હોય છે.તેમાં હથેળી નથી દેખાતી.હાથ સંપૂર્ણપણે નીચેની તરફ વળેલો હોય છે.અંગૂઠાની સ્થિતિ માથા પર માથા અને આઈબ્રોની વચ્ચે રહે છે.

ઈન્ડિયન એરફોર્સ સેલ્યુટઃ
ઈન્ડિયન એરફોર્સ એટલે કે,વાયુ સેનાની સેલ્યુટ પહેલા આર્મીના જેમ જ કરવામાં આવતી પરંતુ 2006માં એરફોર્સે પોતાના જવાનો માટે સેલ્યુટના નવા ફોર્મ તૈયાર કર્યા હતા.સેલ્યુટ દરમિયાન હાથ અને જમીન વચ્ચે 45 ડિગ્રીનો ખૂણો બને છે.સેલ્યુટ કરતી વખતે વાયુ સેના આસમાન તરફ પોતાના કદમને દર્શાવે છે.

Share Now