
નવી દિલ્હી, 2 મે 2022, સોમવાર : રાજ્યમાં કાળઝાળ ગરમીને જોતા હરિયાણા સરકારે શાળાઓમાં અભ્યાસના સમયમાં ફેરફાર કર્યો છે.તીવ્ર ગરમીને જોતા રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા પત્રમાં તમામ શાળાઓનો સમય સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓ પોતપોતાના જિલ્લામાં આ આદેશનો અમલ કરે.આ આદેશ રાજ્યના તમામ જિલ્લાઓમાં 4 મેથી લાગુ થશે.મહત્વની વાત એ છે કે, પંજાબ સરકારે રાજ્યમાં કાળઝાળ ગરમીને જોતા 14 મેથી તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત કરી છે.છેલ્લા ઘણા દિવસોથી પંજાબ અને હરિયાણા સહિત કેટલાક પડોશી રાજ્યોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા અમુક ડિગ્રી વધારે છે.મુખ્યમંત્રી ભગવંતમાને એક ટ્વીટમાં કહ્યું કે, અચાનક ગરમીમાં વધારો અને હજારો વાલીઓ અને શિક્ષકોના સૂચનોને ધ્યાનમાં રાખીને પંજાબની તમામ શાળાઓમાં 14 મેથી ઉનાળાની રજાઓ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.