ખુબ ઓછા લોકો જાણે છે કે પં.શિવકુમાર શર્મા સંતુરની સાથે ઉત્તમ તબલા વાદક પણ હતા

89

વડોદરા : સંતુર વાદ્યને વિશ્વ પ્રસિધ્ધ બનાવનાર પં.શિવકુમાર શર્મા કાયમ માટે સૂરોમં લીન થઇ ગયા છે.તેઓ છેલ્લે ૨૦૧૬માં વડોદરા આવ્યા હતા અને બે કલાક સુધી સંતુર વગાડીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ફેકલ્ટી ઓફ પર્ફોમિંગ આર્ટસ અને સ્વરાયન દ્વારા યોજાતા દેવગાંધર્વ પ્રેમપિયા સંગીત સમારોહમાં ૧૭ માર્ચ ૨૦૧૬માં તેઓ આવ્યા હતા.સયાજીરાવ નગરગૃહ ખાતે યોજાયેલા સમારોહમાં તેઓ સ્ટેજ પર આવતા જ શ્રોતાઓથી ભરચક હોલ જોઇને બોલ્યા હતા કે શાસ્ત્રીય સંગીત સાંભળવા આટલી મોટી સંખ્યામાં શ્રોતાઓ વડોદરામાં જ આવી શકે.બે કલાક સંતુરવાદન બાદ તેઓએ ક્હ્યું હતું કે સંતુર જેવા તંતુ વાદ્યને સળંગ બે કલાક સાભળનાર વડોદરાના શ્રોતાઓ અદ્ભૂત છે.

પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના ડીન રાજેશ કેલકર કહે છે કે ખુબ ઓછા લોકો જાણે છે કે પં.શિવકુમાર શર્માજી સંતુર વાદકની સાથે ઉત્તમ તબલા વાદક પણ હતા તેઓએ કેટલીક ફિલ્મોમાં તબલા પણ વગાડયા છે.શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચોરસીયાજીની જોડીએ ૮ હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યુ હતુ.

Share Now