ખેતી પરવડતી નથી, હેલિકોપ્ટર ભાડે ફેરવવું છે, 6 કરોડની લોન આપો

67

મુંબઈ : ખેતી હવે પોસાતી નહોવાનું કારણ આપીને મહારાષ્ટ્રના હિંગોળીના ૨૨ વર્ષના ખેડૂતે હેલિકોપ્ટર ખરીદીને તેને ભાડે આપવા રૃ.૬ કરોડની બેન્ક લોનની અરજી કરી છે.ઔરંગાબાદના હિંગોળી જિલ્લાના તકતોડા ગામના રહેવાસી કૈલાશ પતંગેએ ગોરેગાંવંમાં આવેલી બેન્કમાં લોનની અરજી કરી છે.પતંગે પાસે બે એકર જમીન છે.તેણે જણાવ્યું છે કે અનિયમિત વરસાદ અને દુકાળ જેવી સ્થિતિને લીધે છેલ્લાં કેટલાંક વર્ષોથી ખેતી પરવડતી નથી.છેલ્લા બે વર્ષ મેં મારી ખેતીમાં સોયાબીન વાવ્યા હતા,પણ તેને કસોમસી વરસાદને લીધે સારો ભાવ મળ્યો નહોતો.પાકના વીમાની રકમ પણ પુરતી નહોતી,એમ પતંગેએ જણાવ્યું હતું.આ બાબતોને ધ્યાનમાં લઈને પતંગેએ હેલિકોપ્ટર ખરીદવાનો વિચાર સુઝ્યો હતો અને તેને ભાડે આપીને સારી કમાણી કરવાનો વિચાર સ્ફૂર્યો છે.પતંગેએ જણાવ્યું હતું કે એવું કોણે કીધું કે મોટા લોકો જ મોટા સ્વપ્ન જોઈ શકે છે? ખેડૂતોએ પણ મોટા સપના જોવા જોઈએ.મેં હેલિકોપ્ટર ખરીદવા રૃ.૬.૬૫ કરોડની લોનની અરજી કરી ચે.અન્ય વ્યવસાયમાં ઘણી હરીફાઈઓ છે આથી મેં આ ઉપાય વિચાર્યો છે.

Share Now