સેન્ટ્રલ રેલવેને ફક્ત ત્રણ મહિનામાં ભંગારના નિકાલમાંથી ૧૦૦ કરોડ રૂપિયાની આવક થઈ

27

ભંગારના નિકાલથી માત્ર આવક જ નથી થતી,પરંતુ પરિસરને સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ રાખવામાં પણ મદદ મળી રહે છે સેન્ટ્રલ રેલવે દ્વારા એનાં તમામ સ્ટેશનો,વિભાગો,ડેપો,ફૅક્ટરીઓ,શેડ અને કાર્યસ્થળોના તમામ વિભાગોને ભંગારમુક્ત બનાવવા માટે‘ઝીરો સ્ક્રૅપ મિશન’હાંસલ કરવા માટે પ્રયાસો કરવામાં આવે છે.એ પ્રમાણે હાલમાં એપ્રિલથી જૂન દરમિયાન સેન્ટ્રલ રેલવેએ સ્ક્રૅપના વેચાણમાંથી ૧૦૦.૦૮ કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી,જે ગયા વર્ષના જૂન ૨૦૨૧ના સમાન સમયગાળા દરમિયાન પ્રાપ્ત થયેલી ૬૧.૪૨ કરોડ રૂપિયાની આવક કરતાં ૬૨.૯૪ ટકા વધુ છે.સેન્ટ્રલ રેલવે દ્વારા ૧૦૦.૦૮ કરોડ રૂપિયાના સ્ક્રૅપના વેચાણની આવક કોઈ પણ વર્ષમાં એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન સ્ક્રૅપના વેચાણથી થતી સૌથી વધુ આવક છે.સેન્ટ્રલ રેલવેના કહેવા પ્રમાણે ભંગારના નિકાલથી માત્ર આવક જ નથી થતી,પરંતુ પરિસરને સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ રાખવામાં પણ મદદ મળી રહે છે.

Share Now