ટીમ ઈન્ડિયા પર તિરંગાનો ખુમાર, અલગ-અલગ અંદાજમાં ખેલાડીઓએ શેર કરી તસવીરો

66

નવી દિલ્હી, તા. 15. ઓગસ્ટ 2022 સોમવાર : ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો પર પણ આઝાદીના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે તિરંગાનો ખુમાર ચઢેલો છે.ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ આજે જોશભેર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરીને અલગ અલગ અંદાજમાં તિરંગા સાથે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી.ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ ટ્રેડિશનલ કપડામાં તિરંગો લહેરવાતી પોતાની તસવીર અપલોડ કરી હતી.પૂર્વ કેપ્ટન કોહલી અને અનુષ્કા શર્માએ પણ તિરંગો લહેરાવ્યો હતો.બંનેએ તિરંગા સાથેનો ફોટોગ્રાફ અપલોડ કર્યો હતો.

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની પત્ની રિવાબા સાથે તિરંગો લહેરાવતી તસવીર શેર કરી હતી.જાડેજા હાલમાં બ્રેક પર છે અને તે સીધો એશિયા કપમાં પાછો ફરવાનો છે.ઓલ રાઉન્ડર હાર્દિક પંડયા પણ ટ્રેડિશનલ ડ્રેસમાં તિરંગા સાથે દેખાયો હતો.માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ પોતાના ઘર પર તિરંગો ફરકાવ્યો હતો અને તે સમયની તસવીર શેર કરી હતી.

Share Now