મોસ્ટ વોન્ટેડ ડ્રગ સપ્લાયર કૈલાસ રાજપૂતની લંડનમાં અટકાયત

43

– ભારત ઉપરાંત યુરોપમાં પણ ડ્રગ સપ્લાય કરવામાં સંડોવણી
– ભારતમાં લાવવાનો મુંબઇ પોલીસના પ્રયાસ

મુંબઇ : ભારતનો મોસ્ટ વોન્ટેડ કુખ્યાત ડ્રગ સપ્લાયર કૈલાસ રાજપૂત ઉર્ફે કે આર લંડનમાં હોવાની માહિતી મુંબઇ પોલીસને મળી છે તેને પકડીને ભારતમાં લાવવાના પ્રયત્ન ચાલું છે.સૂત્રોના જણાવ્યા મુજબ ફરાર કૈલાસ રાજપૂત યુકેમાં છે તેને અહીં લાવવા માટે ભારતીય એજન્સી લંડન પોલીસના સંપર્કમાં છે.

યુકે સરકારે રાજપૂતનો પાસપોર્ટ જપ્ત કરી લીધો છે. હાલમાં તેને ડકડ નજર કેદમાં રાખવામાં આવ્યો છે.ભારતમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.આ પ્રકારના ગુનામાં ઘણી વખત તેની સંડોવણીની જાણ થઇ હતી. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ,દિલ્હી સ્પેશિયલ સેલ,ડીઆરઆઇ અને એનસીબી જેવી વિવિધ એજન્સીઓએ રાજપૂત વિરૃદ્ધ અનેક કેસ નોંધ્યા છે.

કોવિડ અગાઉ તત્કાલીન એએનસીના વડા શિવદીપ લાંડે,ક્રાઇમ બ્રાન્ચના વડા સંતોષ રસ્તોગીએ રાજપૂતને ભારત લાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા.તે સમયે રાજપૂત દુબઇમાં હતો.જોકે કોરોનાને કારણે એજન્સી તેને ભારત લાવવામાં નિષ્ફળ રહી હતી.નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) મુંબઇ વિભાગના તત્કાલીન ડાયરેકટર સમીર વાનખેડેએ અગાઉ નવી મુંબઇની ચિંકુ પઠાણ અને બાદમાં આરિફ ભુજવાલાની ધરપકડ કરી હતી.આરોપીની પૂછપરછ દરમિયાન કૈલાશ રાજપૂતનું નામ સામે આવ્યું હતું.તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ગલ્ફ અને યુરોપિયન દેશોમાં પણ ડ્રગ્સનો વેપાર કરે છે.વર્ષ ૨૦૧૪થી તે ફરાર છે.ભારતમાંથી નાસી જવામાં સફળ થયા બાદ રાજપૂત દુબઇ અને ત્યાંથી જર્મની ગયો હતો.હાલમાં તે લંડનમાં હતો.

Share Now