ડાંગમાં ફરી એકવાર કમળ ખીલ્યું વિજય નો વિજય

70

સાપુતારા : ગુજરાત વિધાનસભાની યોજાયેલી સામાન્ય ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામો બાદ ૧૭૩-ડાંગ (S.T.) બેઠકના ઉમેદવાર વિજય રમેશભાઈ પટેલ BJP નો ૧૯,૬૭૪ મતે વિજય થવા પામ્યો છે.

જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર,આજે આહવાની સાયન્સ કોલેજ કોલેજ ખાતે સવારે ૮ વાગ્યાથી કુલ-૧૪ ટેબલો ઉપર હાથ ધરાયેલી મત ગણતરી દરમિયાન,૨૪ રાઉન્ડ બાદ ભાજપાના ઉમેદવાર વિજય પટેલને ૬૨,૫૩૩ મતો મળ્યા હતા.જ્યારે તેમના નજીકના હરીફ ઉમેદવાર મુકેશ ચંદરભાઈ પટેલ (INC) ને ૪૨,૮૫૯ મતો મળવા પામ્યા છે.આમ, વિજેતા ઉમેદવાર વિજય પટેલને ૧૯,૬૭૪ મતોની લીડ પ્રાપ્ત થઈ છે.

વિસ્તૃત પરિણામ ઉપર નજર કરીએ તો, ૧૭૩-ડાંગ (S.T.) બેઠક ઉપર ત્રીજા નંબરે સુનિલ ચંદુભાઈ ગામીત (AAP) ને ૨૦,૮૨૨,ચોથા નંબરે ૧૯૧૦ (NOTA),પાંચમા નંબરે શ્રીમતી સંગીતાબેન મહેશભાઈ આહિરે (BSP) ને ૧૪૬૮, છઠ્ઠા નંબરે શ્રીમતી એસ્તરબેન કેશરભાઈ પવાર (અપક્ષ) ને ૧૧૦૩ મતો,તથા સાતમા નંબરે શ્રી નિલેશભાઈ શિવાજીભાઈ ઝાંબરે (BTP) ને ૮૪૭ મતો મળવા પામ્યા છે.

ડાંગ જિલ્લા 173 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ,અને આમ આદમી પાર્ટીનો ત્રીપાંખીયો જંગ ખેલાયો હતો.જેમાં ભાજપને મતદારોએ રાષ્ટ્રીય મુદ્દાઓની કોઈ અસર રહી ન હતી.બલ્કે સ્થાનિક મુદ્દાઓ જંગલ જમીન,ડી લિસ્ટિંગ,રિવર લિંક યોજના,જેવા મુદ્દાઓને પગલે ઓછા મત મળ્યા છે.ગત 2020ની પેટા ચૂંટણીમાં પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા અને પ્રભારી અશોકભાઈ ધોરજીયાની બેલડી એ સૌનો સાથ સૌનો વિકાસ નો મંત્ર હેઠળ ડાંગ જિલ્લામાં ખ્રિસ્તી સમાજને એકસંપ જોડ્યા હતા.તેમજ જમીન વિહોણા જંગલ જમીન ખેડતા ખેડૂતોને હક્ક પત્રકો,સાપુતારા વિસ્થાપિતોના પ્રશ્નના નિકાલ જેવા અગત્યના કામોના આધારે 60 હજારની પ્રચંડ લીડ મળી હતી.ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હિન્દૂ સંગઠન દ્વારા ખ્રિસ્તી સમાજ વિરુદ્ધ ડી લિસ્ટિંગ,રિવર લિંક યોજના હેઠળ કથિત વિસ્થાપન અંગે અને જંગલ જમીન ના દાવેદારોએ અન્ય પક્ષો ને મતદાન કરતા પહેલા કરતા માત્ર 20 હજાર જેટલી લીડ આવતા મત વહેંચાઈ જવા પામ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે આહવા નગરમાં લોકોના આસ્થાનું પ્રતીક ભંડાર ચોકમાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ દ્વારા શોપિંગ બનાવતા લોકોને આસ્થા ને ઠેસ પહોંચી હતી,જેને આહવા નગર વાશીઓ દ્વારા ભાજપને ઓછા મત આપી તેમનો રોષ ઠાર્યો હોવાંનું ચર્ચાય રહ્યું છે.

Share Now