ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના નામ પર કોંગ્રેસ હાઇકમાન્ડે લગાવી આખરી મહોર

29

– ઘણા સમયની ચર્ચા બાદ આખરે કોંગ્રેસ નામ જાહેર કર્યા
– કોંગ્રેસ હાઇ કમાન્ડે વિપક્ષ નેતા અને ઉપવિપક્ષ નેતાના નામની જાહેરાત કરી

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસમાં વિપક્ષ નેતાની પસંદગીને લઇ ઘમાસાણ ચાલી રહી હતી.વિધાનસભાના વિપક્ષના નેતાની પસંદગી કોયડો ગૂંચવાયો હતો.ત્યારે હવે આ ઘમાસાણનો અંત આવ્યો છે અને કોંગ્રેસ હાઇ કમાન્ડે વિપક્ષ નેતા અને ઉપવિપક્ષ નેતાના નામની જાહેરાત કરી છે.ઓલ ઇન્ડિયા કોંગ્રેસે એક પત્ર લખ્યો છે.જેમાં વિધાનસભાના વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડા અને ઉપવિપક્ષ નેતા તરીકે શૈલેષ પરમારનાં નામની જાહેરાત કરવામાં આવી છે.ઘણા સમયથી ચર્ચા કરતા બાદ આ નામ નક્કી કરવામાં આવ્યા છે.ખાસ કરીને ચૂંટણી પરિણામ બાદ વિધાનસભા વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાનું નામ રેસમાં પહેલા હતુ.હવે અમિત ચાવડાના નામ પર મહોર મારી છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.ત્યારે સૌથી મોટો પડકાર હતો કે વિધાનસભામાં વિપક્ષના નેતા કોને બનાવવા.વિધાનસભા ચૂંટણીમાં માત્ર 17 બેઠકો પર જીત મેળવ્યા બાદ કોંગ્રસ પોતાના વિપક્ષના નેતા પસંદ કરી શકતુ ન હતુ.વિધાનસભાના નિતી નિયમો મુજબ વિધાનસભાના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે કોંગ્રેસ 30 દિવસની અંદર વિપક્ષ નેતાની જાહેરાત કરે.ત્યારબાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ જાહેરાત કરી હતી કે આગામી બે દિવસમાં કોંગ્રેસ વિપક્ષ નેતાની જાહેરાત કરશે.

આ સાથે ચાર ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા અમિત ચાવડાની વિપક્ષ નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે.આ સાથે જ તેઓ વિધાનસભાના કોંગ્રેસનાં દંડક અને પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે.ત્યારે મધ્ય ગુજરાત અને ઓબીસી સમાજના મોટા ચહેરાને વિપક્ષ નેતા તરીકે પસંદગી કરવામાં આવી છે.

Share Now