તાંબાના સુર્યનારાયણ ઘરમાં આ જગ્યાએ લગાવો : થશે ફાયદો જ ફાયદો

71

તાંબાના સુર્યનારાયણ ઘરની નકારાત્મકતાને દુર કરવા માટે વાસ્તુના મુખ્ય ઉપાયોમાંથી એક માનવામાં આવે છે.તાંબાના સુર્યનારાયણ તાંબાની પ્લેટ પર સુર્ય જેવી બનેલી આકૃતિ સમાન હોય છે.એવુ માનવામાં આવે છે કે ઘરમાં યોગ્ય જગ્યાએ તાંબાનો સુર્ય લગાવવાથી ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મકતા દુર થાય છે.તાંબાનો સુર્ય સકારાત્મક પ્રભાવને વધારે છે અને હાનિકારક પ્રભાવને દુર કરે છે.આવો તમને જણાવીએ કે તાંબાના સુર્યને લગાવવાના ફાયદા શું છે?

શું છે વાસ્તુના નિયમો?

વાસ્તુના નિયમો અનુસાર તાંબાના બનેલા સુર્યને ઘરમાં લગાવવાથી તે તમને ઘર અને ઓફિસ તમામ સ્થાન પર સન્માનની પ્રાપ્તિ કરાવે છે.તાંબાના સુર્યદેવ પ્રભાવશાળી લોકો સાથેના તમારા સંબંધોને બહેતર બનાવે છે.એવું કહેવાય છે કે તાંબાના સુર્યમાં એટલી પ્રબળ આકર્ષણ ક્ષમતા હોય છે કે તે પ્રભાવશાળી વ્યક્તિત્ત્વવાળા લોકોને પોતાની તરફ આકર્ષે છે.

જે લોકો ક્રિએટિવ કાર્ય સાથે જોડાયેલા હોય છે તેમના માટે તાંબાનો સુર્ય વિશેષ લાભ આપનાર માનવામાં આવે છે.ઘરમાં સુર્ય લગાવવાથી પરિવારના લોકો સાથેના સંબંધો મજબુત થાય છે. ખુબ જ નામ કમાવાય છે.જે લોકો બિઝનેસ કરતા હોય અથવા સરકારી અધિકારી હોય અથવા તો કલાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા હોય તેમણે પોતાના ઘરમાં સુર્ય અવશ્ય લગાવવો જોઇએ.

ક્યાં લગાવશો

તમારા ઘરમાં પુર્વ દિશામાં કોઇ દરવાજો કે કોઇ રસ્તો ન હોય તો પુર્વ દિશાની દિવાલ પર તાંબાના સુર્યનારાયણ લગાવો.તેનાથી વાસ્તુદોષ દુર થાય છે.તે તમારા ઘરમાં સમૃદ્ધિ લઇને આવે છે અને ઘરમાં રહેતા લોકોના સંબંધ મધુર બનાવે છે.મુખ્ય દરવાજો જો પુર્વ દિશામાં હોય તો દરવાજાની બહારની તરફ તાંબાનો સુર્ય લગાવવાથી ધન સંપદા તમારા ઘર તરફ આકર્ષાય છે.આ સુર્યનારાયણ ઘરમાં પ્રવેશતી વખતે તમને દેખાવા જોઇએ.

તાંબાના સુર્યનારાયણના શું છે ફાયદા?

વાસ્તુમાં એવુ માનવામાં આવે છે કે જો તમે સીધા સુર્યના કિરણો સામે ઉભા રહી શકતા ન હો તો તાંબાના સુર્યમાંથી મળતી ઉર્જાનો લાભ પ્રાપ્ત કરી શકો છો.તમે તેને ઓફિસમાં કે ઘરમાં ક્યાંય પણ લગાવો.તાંબાના સુર્યમાંથી મળતી ઉર્જા તમારા કરિયરને આગળ વધારવામાં મદદ કરે છે.

Share Now