રામચરિતમાનસ અંગે વિવાદિત નિવેદન આપવા બદલ સ્વામીપ્રસાદ મૌર્ય વિરુદ્ધ FIR દાખલ

53

લખનવ, તા. 25, જાન્યુઆરી, બુધવાર : લખનઉમાં સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.સ્વામી પ્રસાદ મૌર્યએ રામચરિત માનસ પર વિવાદિત નિવેદન આપ્યું હતું.આ મામલામાં હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.સમાજવાદી પાર્ટીએ પહેલાથી જ સમગ્ર વિવાદને મૌર્યનો અંગત મત ગણાવીને તેનાથી દૂરી લીધી છે.આ મામલે યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પ્રેસ કોન્ફરન્સ કરીને સપા પ્રમુખ અખિલેશ યાદવ પર પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે તેઓ ચૂપ કેમ છે. આ મૌર્યનું નિવેદન નથી પરંતુ તેમનું પોતાનું નિવેદન છે.

અહેવાલો અનુસાર હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 295A, 298, 504, 505(2), 153a હેઠળ સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.આ એફઆઈઆર આઈશબાગના શિવેન્દ્ર મિશ્રાએ નોંધાવી છે. એફઆઈઆર પછી તરત જ યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પ્રેસ કોન્ફરન્સ કરી અને અખિલેશ યાદવને પ્રશ્ન કર્યો કે વિવાદાસ્પદ નિવેદન આપ્યાના આટલા લાંબા સમય પછી પણ તેમણે ન તો તેની નિંદા કરી કે ન તો કંઈ કહ્યું છે.તો શું એમ સમજવું જોઈએ કે આ નિવેદન સ્વામી પ્રસાદ મૌર્યનું નથી પણ અખિલેશનું પોતાનું છે? કેશવ પ્રસાદ મૌર્યએ અખિલેશ પાસે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવાની માંગ કરી છે.

આ ઉપરાંત અત્યાર સુધી એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે ખુદ સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ આ સમગ્ર વિવાદથી ખુશ નથી.સોમવારે પ્રદેશ બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ મૌર્યને માનસિક રીતે વિક્ષિપ્ત ગણાવ્યા હતા.ચૌધરીએ સપા પ્રમુખ અખિલેશ યાદવને પણ સવાલ કર્યો કે શું પાર્ટી મૌર્યના નિવેદન સાથે સહમત છે? આ અંગે પાર્ટીનું સ્ટેન્ડ શું છે, અખિલેશે વહેલી તકે સ્પષ્ટતા કરવી જોઈએ.

Share Now