જામનગરમાં સગીરને માર મારવાના કેસમાં 2 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

96

જામનગરના સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના બે પોલીસકર્મીઓને એક સગીરને માર મારવાના પ્રકરણમાં જિલ્લા પોલીસવડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા શહેર તથા જિલ્લાના પોલીસ બેડામાં આ વાત વાયુવેગે ફેલાઇ જતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર જાગી છે.

શું છે સમગ્ર મામલો?

બંને પોલીસકર્મીઓએ અનુસુચિત જાતિના એક સગીરને કોઇ કેસના અનુસંધાને માર માર્યાની ફરિયાદ જિલ્લા પોલીસવડા સુધી પહોંચી હતી.આ સમગ્ર મામલે જિલ્લા પોલીસવડા દ્વારા તપાસ કરવામાં આવતા ફરિયાદમાં તથ્ય જણાતા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના બે પોલીસકર્મીઓ હિતેષ ચાવડા અને વનરાજ ખવડને સસ્પેન્ડ કર્યાં હતાં.

Share Now