આણંદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર ભાજપમાં જોડાયા

195

આજે ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આંણદ વિધાનસભાના કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમાર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.કાંતિભાઇ સોઢાએ ભાજપમાં વિધિવત રીતે જોડાયા બાદ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષમાં વર્ષો સુધી કામ કર્યા બાદ આજે પ્રાથમિક પદેથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષના હસ્તે ખેસ પહેરી જોડાયો છું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા અને રાષ્ટ્રભાવના તેમજ વિકાસની નીતીથી પ્રેરાઇ આજે કોઇ પણ અપેક્ષા રાખ્યા વગર ભાજપમાં જોડાયો છું.

આંણદ જિલ્લા અને મધ્ય ગુજરાતના લોકો માટે ભાજપમાં જોડાઇ વધુ કામ થાય તેવા પ્રયત્ન કરીશુ અને રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભ છેવાડાના માનવીને મળે તે માટે પ્રયાસ કરીશું.ભાજપમાં આજે જોડાયા પછી પક્ષ જે પણ જવાબદારી આપશે તેને નિષ્ઠા પુર્વક પુર્ણ કરવાનો પ્રયાસ કરીશું.કાંતીભાઇ સોઢાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા વધુમાં જણાવ્યું કે, દિલ્હી કોંગ્રેસને ગુજરાતના કામમાં કોઇ રસ નથી.દિલ્હી કોંગ્રેસના કોઇ નેતા ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની મદદ માટે આવ્યા નથી.કોંગ્રેસ તેમના કાર્યકરોને સાચવતી નથી જયારે ભાજપ તેમના કાર્યકરોને સર્વો પ્રથમ રાખે છે.કોંગ્રેસમાં હવે કોઇ નેતા રહ્યા નથી.

Share Now