ગુજરાતમાં પેપર ફૂટવા મામલે પૂર્વ ધારાસભ્યનો ભગવાન શ્રીરામને પત્ર લખ્યો, લખ્યું કે તમે એક જ છો કે જે અમારા…

68

– પેપર ફૂટવા મામલે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્યનો અનોખો વિરોધ
– સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભગવાન શ્રી રામને લખ્યો પત્ર
– પત્રમાં લખ્યું – ભગવાન શ્રી રામ તમે એક જ અમારા યુવાનોને બચાવી શકો છો

છેલ્લાં બે વર્ષથી ગુજરાત પંચાયત સેવા મંડળ વર્ગ-3 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે મહેનત કરી રહેલા રાજ્યના ઉમેદવારો રવિવારે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપી પોતાનું કિસ્મત અજમાવવાના હતા.પરંતુ આ ઉમેદવાર પરીક્ષા કેન્દ્રો પર પહોંચે તે પહેલાં જ પરીક્ષાનું પેપર ફૂટી જતા પરીક્ષા રદ કરવામાં આવી હતી.જેથી લાખો ઉમેદવારો નિરાશ થતા જોવા મળ્યા હતા.જ્યાં કેટલાર વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોમાં રોષની લાગણી પણ જોવા મળી હતી.જેથી આ મામલે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે અનોખો વિરોધ દર્શાવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ,જૂનિયર કલાર્કનું પેપર ફૂટ્યા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સતત ભાજપ સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે.જ્યાં બીજી તરફ કેટલાક ધારાસભ્યો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે આ મામલે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે અનોખો વિરોધ દર્શાવ્યો છે.સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પેપર ફૂટવાને લઈ ભગવાન શ્રી રામને પત્ર લખ્યો છે.જેમાં તેમણે લખ્યું છે કે, સત્તાધારી લોકો રામના નામ ઉપર મદમસ્ત બનીને લોકોને ન્યાય અપાવવામાં નિષફળ નીવડ્યા છે.હવે તો ભગવાન શ્રી રામ તમે એક જ અમારા યુવાનોને બચાવી શકો છો.

સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પત્રમાં લખ્યું છે કે, પ્રભુ આપને સંદેશો પાઠવવાની જરૂરિયાત એટલા
માટે ઊભી થઈ છે કે, ગુજરાતમાં ઘણાં વર્ષોથી આપના નામ પર ચૂંટાતી સરકાર શાસનમાં છે.ત્યારે ગુજરાતમાં લાખો બેરોજગાર યુવાનો છે.બેરોજગાર યુવાનો જ્યારે પરીક્ષામાં પેપર આપવા જાય છે,ત્યારે પેપર ફૂટી જાય છે.એક વખત નહીં પણ નવ નવ વખત પેપર ફૂટ્યાં છે.

વધુમાં તેમણે લખ્યું છે કે, વર્ષ 2014માં ચીફ ઓફિસરનું પેપર,વર્ષ 2015માં તલાટી મંત્રીનું પેપર,વર્ષ 2018માં મુખ્ય સેવિકાનું પેપર,TATનું પેપર,નાયબ ચીટનિસનું પેપર,લોકરક્ષકનું પેપર,DGVCLવિદ્યુત સહાયકનું પેપર,વર્ષ 2022માં વનરક્ષકનું પેપર,સબ ઓડિટરનું પેપર,વર્ષ 2023માં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું છે.ત્યારે લોકશાહીમાં સત્તાધારી લોકો તમારા નામ પર મદમસ્ત બની લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ નીવડ્યા છે.તો ભગવાન રામ તમે એક યુવાનોને બચાવી શકો છો.ત્યારે આપના મારફતે સરકારનું ધ્યાન દોરવામાં આવે તેવી મારી વિનંતી છે…’

મહત્વનું છે કે, જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા મામલે ગુજરાત ATSએ 16 આરોપીની ધરપકડ કરી છે.જેમાં અમદાવાદમાં એજ્યુકેશન કન્સલ્ટન્સી ચલાવતા કેતન બારોટ નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.કેતન બારોટ નામનો વ્યક્તિ આશ્રમ રોડ પર વલ્લભ સદનની સામે આવેલા રત્નાકર બિઝનેસ કોમ્પ્લેક્સમાં ચોથા માળે દિશા કન્સલ્ટન્સી નામની ઓફિસ ધરાવે છે.

Share Now