
– વિસ્તારાની ફ્લાઇટમાં ઇટાલીની મહિલાએ ક્રૂ મેમ્બરને માર્યા મુક્કા, પોલીસે કરી ધરપકડ
મુંબઈ ,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : આજ-કાલ ફ્લાઇટમાં થતા હંગામાઓ સતત ચર્ચામાં હોય છે.આ સિલસિલો થોભવાનું નામ જ નથી લેતા.ક્યાંક પેશાબ કૌભાંડ તો ક્યાંક એરલાઇન કંપનીની ગડબડના સમાચાર સતત હેડલાઇન્સમાં રહ્યા છે.હવે વિસ્તારાની ફ્લાઇટમાં હંગામાનો મામલો સામે આવ્યો છે.સોમવારે અબુ ધાબીથી મુંબઈ આવી રહેલી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઇટ (યુકે-256)માં એક ઇટાલિયન મહિલાએ અચાનક કપડાં કાઢી નાખ્યા હતાં અને કૉરિડૉરમાં ફરવા લાગી હતી.એટલું જ નહીં, ક્રૂ મેમ્બર્સે જ્યારે તેને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે તેમની સાથે મારપીટ પણ કરી હતી. ૪૫ વર્ષીય મહિલાની મુંબઈ પોલીસએ ધરપકડ કરી હતી.જોકે તેને જામીન પર મુક્ત કરવામાં આવી છે.
મહિલાની ઓળખ ઇટાલીની રહેવાસી પાઓલા પેરુચિયો તરીકે થઈ છે.ફ્લાઇટમાં તે નશાની હાલતમાં હતી.મહિલા પર અબુ ધાબીથી મુંબઈ જતી વિસ્તારા એરલાઈનની ફ્લાઈટ (યુકે 256)માં કેબિન ક્રૂ મેમ્બરને મુક્કો મારવાનો અને અન્ય ક્રૂ મેમ્બર પર થૂંકવાનો આરોપ છે.