લો બોલો : ઈઝરાયલ એરપોર્ટ પર ફ્લાઈટ પકડવાની લ્હાયમાં માતા-પિતા બાળકને જ ભૂલી ગયા!

77

– આ દંપતી બેલ્જિયમના પાસપોર્ટ પર બ્રુસેલ્સ જઈ રહ્યું હતું
– બાળકને એરપોર્ટના ચેક ઈન કાઉન્ટર પર જ તરછોડી દીધો હતો

તેલ અવીવ, તા.3 ફેબ્રુઆરી, શુક્રવાર : એક અહેવાલ અનુસાર ઈઝરાયલમાં એક એરપોર્ટ પર વિચિત્ર ઘટના બની હતી.એરપોર્ટ પર આવેલા એક દંપતી વચ્ચે બાળકની ટિકિટ અલગથી ખરીદવા મામલે ઝઘડો થઈ જતાં બંનેએ પોતાના બાળકને એરપોર્ટના ચેક ઈન કાઉન્ટર પર જ તરછોડી દીધો હતો.આ ઘટના તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પર બની હતી.

અહેવાલ અનુસાર બંને ફ્લાઈટમાં પણ સવાર થઇ ગયા હતા

આ દંપતી બેલ્જિયમના પાસપોર્ટ પર બ્રુસેલ્સ જઈ રહ્યું હતું.તેમણે બાળકની ટિકિટ અલગથી લીધી નહોતી.તેઓ એરપોર્ટ પર મોડા આવ્યા હતા.જ્યારે આ મામલે વિવાદ થયો તો બંને એરપોર્ટ પર જ બેબી સ્ટ્રોલરમાં બાળકને મૂકીને પાસપોર્ટ વેરીફેકશન માટે આગળ વધી ગયા હતા.એવી પણ માહિતી મળી કે આ દંપતી તેમના બાળકને તરછોડી ફ્લાઇટમાં પણ સવાર થઇ ગયું હતું.આ મામલે એરપોર્ટ પર એજન્ટે એરપોર્ટના સુરક્ષાકર્મીઓનો સંપર્ક સાધ્યો હતો. તેના પછી આ દંપતીને અટકાવાયું હતું.હવે આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Share Now