આજે પણ BBCની ઓફિસો પર ITની તપાસ ચાલુ, અમેરિકાએ પણ આપી પ્રતિક્રિયા

59

– આવકવેરા વિભાગ તરફથી આજે બીબીસીના બ્રોડકાસ્ટ ઓપરેશનમાં કોઈ દખલ નહીં કરવામાં આવે
– બીબીસીએ તેના તમામ બ્રોડકાસ્ટ જર્નાલિસ્ટને ઓફિસે આવવા કહ્યું છે

નવી દિલ્હી, તા 15, ફેબ્રુઆરી, 2023, બુધવાર : બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન(બીબીસી) ના દિલ્હી-મુંબઈ ઓફિસ પર આવકવેરા વિભાગ(આઈટી વિભાગ) ની કાર્યવાહી આજે પણ યથાવત્ છે. 2012થી લઈને અત્યાર સુધીના દસ્તાવેજો ચકાસવામાં આવી રહ્યા છે.બીબીસીએ તેના તમામ બ્રોડકાસ્ટ જર્નાલિસ્ટને ઓફિસે આવવા કહ્યું છે.મંગળવારે જે કર્મચારીઓના કમ્પ્યૂટર,મોબાઈલ ચકાસવાના બાકી હતા તેમને પણ હાજર રહેવા કહેવાયું છે.

બ્રોડકાસ્ટ ઓપરેશનમાં કોઈ દખલ નહીં

જોકે આવકવેરા વિભાગ તરફથી આજે બીબીસીના બ્રોડકાસ્ટ ઓપરેશનમાં કોઈ દખલ નહીં કરવામાં આવે.આવકવેરા વિભાગ બીબીસીના કર્મચારીઓને સહયોગ કરવા કહ્યું છે.આ દરમિયાન બીબીસીએ પણ તેના કર્મચારીઓને મેઈલ દ્વારા કાર્યવાહીમાં સહયોગ કરવા અને તેમની અંગત આવકની વિગતો અંગે માહિતી આપતા બચવા જણાવ્યું છે.સાથે જ કેટલાક કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

અમેરિકાએ પ્રેસના મહત્ત્વ અંગે વાત કરી

ઈન્ટરનેશનલ ટેક્સમાં ગરબડની ફરિયાદો અંગે આવકવેરા વિભાગ દ્વારા આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ તપાસમાં લાંબો સમય લાગી શકે છે.આ કાર્યવાહી અંગે અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમને પણ આ દરોડા વિશે માહિતી મળી છે.અમે દુનિયાભરમાં સ્વતંત્ર પ્રેસના મહત્ત્વનું સમર્થન કરીએ છીએ.

Share Now