રાજ્ય પોલીસ તંત્રમાં ૩૧ ઈન્ટેલિજન્સ ઓફિસરોની બઢતી-બદલીનો આદેશ

398

રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા ઈન્ટેલિજન્સ ઓફિસર (પોલીસ સબ ઈન્સ્પેકટર) વર્ગ-૩ના અને સિનિયર ઈન્ટેલિજન્સ ઓફિસરની ભરતી સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં ૩૧ જેટલા અધિકારીનો સમાવેશ થયો છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્રારા આ બઢતીના હુકમો કેટલીક શરતોને આધિન કરવામાં આવ્યા છે.સિનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર વર્ગ-૩ની બઢતી પામતા પોલીસ સબ ઈશ્ર્સ્પેકટરની સમકક્ષ ગણાશે અને તેમને મુકવામાં આવેલી જગ્યાએ જવાની આનાકાની કરે તો સામાન્ય વહીવટી વિભાગના પરિપત્ર પી.એન.જોષી ૧૦૬૪૭૩૮જી મુજબ પગલાં લેવામાં આવશે.જેની નોંધ સેવાપોથીમાં કરવામાં આવશે.

ટૂંક સમયમાં આ અધિકારીઓ માટે ઝોન ઓફ કન્સીડરેશન બહાર પાડવામાં આવશે આ સિવાય ટ્રીપલસીની પરીક્ષાનું પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત છે. આ ૩૧ અધિકારીઓને તાત્કાલિકના ધોરણે ચાર્જ લઈ લેવાના આદેશ કરવામાં આવ્યા છે.

Share Now