T.M પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લોકડાઉનમાં ફી ઉઘરાણી કરાતા ઓડિયો મેસજ વાયરલ : ટ્રસ્ટી હરીશ પટેલનો પોતાની સંસ્થાનો લૂલો બચાવ

70

– મેનેજમેન્ટ તરફથી એક વાલીને ઈએમઆય સુવિધા સંદર્ભે ફોન કરાતા વાલીએ મેન્જમેન્ટની યુવતીનો ઉઘડો લીધો : અન્ય વાલીઓને પણ ફી ભરવા ફોન કરાતા સ્કૂલનું નામ ખરાબ થઈ રહ્યું હોવાની ભડાશ પણ વાલીએ કાઢી

– આ બાબતે ટ્રસ્ટી હરીશ પટેલનો “હિન્દુસ્તાન મિરર” અખબાર દ્વારા સંપર્ક કરતા તેમને દોષનો ટોપલો પોતાના કર્મી પર ઢોળ્યો અને ગેરસમજ થઈ હોવાનું જણાવ્યું : સ્કૂલ સેવાભાવથી કાર્યરત છે કોઈ પ્રોફેશનલ અભિગમથી નથી ચલાવતા એવો બચાવ પણ ટ્રસ્ટીએ કર્યો

સુરત : આખા ભારતભરમાં લોકડાઉન છે અને તમામ ઇન્ડસ્ટ્રી બંધ હોવા છતાં સુરત શહેરમાં આવેલી ટી.એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઇઝી EMI હેઠળ સ્કૂલના વાલીઓ પાસેથી ફીની ઉઘરાણી શરુ કરાતા હોબાળો મચી જવા પામ્યો છે.રાજકોટ ખાતે ઘણી સ્કૂલોમાં લોકડાઉન પિરિયડમાં ઉઘરાની કરાયા બાદ હવે આ ટ્રેન્ડ અન્ય શહેરોમાં પણ પહોંચ્યો છે,જેમાં સુરત પણ બાકાત રહ્યું નથી.માત્ર ટી.એમ પટેલ સ્કૂલ જ નહિ પણ અન્ય સ્કૂલો પણ આ કપરા સમયમાં ફી માટે ઉઘરાણી કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.સોશ્યિલ મીડિયામાં ટી.એમ પટેલ સ્કૂલના મેનેજમેન્ટ તરફથી ફી માટે ફોન કરાતા અન્ય વાલીઓમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સોશ્યિલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.જેમાં ટી.એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ તરફથી સ્કુલન ફી અંગે એક વાલીને ઇઝી EMI ઓપ્શન અંગે ફી સુવિધા આપવા બાબતે ફોન કરવામાં આવે છે.જેમાં ડિમ્પલ નામની યુવતી સાથે વાતચીતમાં ગુસ્સે ભરાયેલાં વાલી તરફથી આક્રોશ ઠાલવવમાં આવ્યો છે,જેમાં કહેવાયું છે કે લોકડાઉન સમગ્ર ભારતમાં લાગુ છે ત્યારે તેમને ફી ઉઘરાવતા શરમ આવી જોઈએ,તમારા મેન્જમેન્ટને પણ સમજાવવું જોઈએ કે આવા કપરા સમયમાં ફી ઉઘરાવવી વ્યાજબી નથી તેમેજ વધુમાં આ વાલીએ હિન્દીમાં એમ પણ કહ્યું હતું કે અમારા બાળકોને શું અમે શહેરમાંથી લઈને ભાગી જવાના છે ? શું તમારી સ્કૂલ કે અમને બંને નુકશાન જવાનું છે.આવા પ્રકારનો ફોન કરતા તમને શરમ આવવી જોઉએ.આ ઉપરાંત અન્ય વાલીઓને પણ ટી.એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી ફી ઉઘરાણી માટે ફોન આવે છે તેમ સમગ્ર વાતચીતના ઓડિયો રેકોર્ડિંગ હોવાનું પણ વાલી તરફથી કહેવામાં આવ્યું છે.આ ઘટનાને પગલે શહેરભરના WHATSAAP ગ્રૂપમાં ટી.એમ પટેલ સ્કૂલની ઓડિયો ક્લિપ વાયરલ થતા સ્કૂલના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ ફિક્સમાં મુકાયું છે.આ અંગે સ્કૂલના ટ્રસ્ટી હરીશ પટેલ સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ એક મિસ અંડરસ્ટેન્ડસીન્ગ છે ખરેખર ફોન સ્કૂલ ફી ઉઘરાવા માટે નહિ પણ લોકડાઉન બાદ સ્કૂલ ખુલે અને વાલીઓને સરળતા રહે તે માટે EMI ઓપ્શન આપવા માટે કરવામાં આવ્યો હતો.બાકી અમારી સંસ્થા સેવાભાવથી જ સ્કૂલ ચલાવે છે કોઈ પ્રોફશનલ અર્નિંગના ઈરાદો છે જ નહિ.સ્કૂલ ટ્રસ્ટમાં બનેલી છે જે માટે કેટલાય લોકોએ દાન આપ્યું છે અને અમારી સ્કૂલ જે પ્રકારે બાળકોને શિક્ષણ સહિતની સુવિધા પુરી પાડી રહી છે તેનું અન્ય સ્કૂલો પણ અનુકરણ કરી રહી છે એમ જણાવ્યું હતું

ટી.એમ પટેલ સ્કુલના ફી ઉઘરાણી મુદ્દે મામલો ગરમાયો છે.હવે આ બાબતે શહેરબહારના વાલીઓમાં પણ જેમ અન્ય સ્કૂલોમાંથી મેસેજ અને ફોન આવી રહ્યા છે તેને લઈ પણ ઉકારાટ જોવા મળી રહ્યો છે.હાલમાં તો ટી.એમ પટેલ સ્કૂલનો ઓડિયો વાયરલ થતા ચોમેરથી મેનેજમેન્ટ અને ઉપર ફિટકાર વરસી રહ્યો છે.આ ઉપરાંત ઘણી બધી સ્કૂલોએ માનવતા નેવે મૂકી હોય એમ આવા કપરા સમયમાં પણ વાલીઓને ફી અને નવા સત્ર અંગે ઉઘરાણી કરાતા મેસજ,ફોન કોલ થઈ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી એચ.એચ રાજ્યગુરુનો સંપર્ક સાંધી પુછવામાં આવતા તમેને આ બાબત ધ્યાન પર આવી હોવાનું અને આ અંગે સ્વ.નિર્ભર શાળા સંચાલોકોને જાણ કરાય હોવાનું જણાવ્યું હતું અને ભવિષ્યમાં અગ્રીમ સૂચનો પહેલા કોઈપણ સ્કૂલ સંચાલકે ફી અંગે ઉઘરાણી નહિ કરવા તાકીદ કરાશે એવું તેમને ઉમેર્યું હતું.આ અંગે ટી.એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક હરીશ પટેલે પણ મનેજમેન્ટને જાણ કરી હોવાનું અને ગેરસમજ દૂર કરાશે એવું જણાવ્યું હતું અને આવી ઘટના ફરી વાર નહિ બને એમ ઉમેર્યું હતું.

લોકડાઉન આ પિરિયડમાં ચોતરફ તકલીફ અને અરાજકતા ફેલાય હોવાના કારણે આવા વિકટ સમયમાં અનેક સ્કૂલો ફી બાબતે કામગીરી કરી રહી હોવાની વ્યાપક ફરિયાદો હાલના તબબકે ઉઠી રહી છે,જેના કારણે મોટાભાગના વાલીઓમાં સ્કૂલ સંચાલકોની મનસ્વી નીતિ સામે રોષ ભભૂકી રહ્યો છે.આજે ટી.એમ પટેલ સ્કૂલનો ઓડિયો વાયરલ થયા બાદ મેન્જમેન્ટ તરફથી ફી ઉઘરાણી પર બ્રેક મારવાની વાત ભલે ટ્રસ્ટી હરીશ પટેલે કહી હોય પણ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ પણ આ બાબતે તમામ સ્કૂલોને પેનિક કન્ડિશન અંગે માહિતગાર કરી જરૂરી સૂચના અને પરિપત્ર પાઠવવો જોઈએ જેથી વાલીઓ અને સ્કૂલો વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ ન સર્જાય એ તકેદારી રાખવાની પણ વાલીઓમાં માંગણી ઉઠવા પામી છે જે બાબતે આવનારા દિવસોમાં ફી બાબતે રાજય સરકારની ગાઈડલાઈન મુજબ માસિક ફી ભરવા સહિતના મુદ્દોઓ છે તેનો કેવો અમલ થાય છે તરફ સૌ વાલીઓ નજર રાખીને બેઠા છે તો જોવાનું એ રહેશે કે ફી ના મુદ્દે જિલ્લા શિક્ષણ કચેરી કેવા પગલાં લે છે અને સુવ્યવસ્થા જાળવવા શું કામગીરી કરશે તે પણ જોવું રહ્યું.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here