નવલા નોરતા એટલે શકિતની ઉપાસના કરવાના દિવસો

31

નવરાત્રિના દિવસો એટલે શકિતની ઉપાસના કરવાના દિવસો.આસો સુદ એકમથી નોમ સુધીના નવ દિવસો.નવરાત્રિના આસો મહિનામાં આવતા આ નવરાત્રિ ઉત્સવ માટે એક પૌરાણિક કથા સુપ્રસિધ્ધ છે.મહિષાસુર નામનો એક રાક્ષસ હતો.બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું કે,હું કોઇ જ મનુષ્યથી ન મરૂ.એ પછી તેણે ત્રીલોકમાં હાહાકાર મચાવી દીધો.દેવો અને મનુષ્યો ત્રાહિમામ પોકારી ઉઠયા.દેવોએ અંતે બ્રહ્મા,વિષ્ણુ અને મહેશની આરાધના કરી.ત્રણે દેવોએ એક દૈવી શકિતનું દેવીનું નિર્માણ કર્યુ.શિવજીએ તે જગદંબા દેવીને દુર્ગાને ત્રિશુળ,વિષ્ણુએ ચક્ર અને ઇન્દ્રએ વજ્ર અર્પણ કર્યા.અન્ય દેવોએ પોતપોતાના દિવ્યશસ્ત્રોથી દેવીને મંડીત કરી અને અસુર પર વિજય પ્રાપ્ત કરવા પ્રાર્થના કરી અને દેવીએ અઢાર ભુજાઓ ધારણ કરી નવ – નવ દિવસ સુધી અનેક અસ્ત્ર શસ્ત્રથી મહિષાસુર સાથે યુધ્ધ કરીને તેને હણ્યો. અંતે એ દુર્ગાનો વિજય થયો.આસુરી વૃતિને ડામીને દૈવી શકિતની પુનઃ સ્થાપના કરી.આ નવા દિવસોમાં મા પાસે સામર્થ્ય માગવાનું તેમજ આસુરી વૃતિ પર વિજય મેળવવાનો, વાસ્તવિક અર્થમાં મહિષાસુર દરેકના હૃદયમાં પોતાનુ સ્થાન જમાવીને બેઠો છે.મહિષ એટલે પાડો.આપણી વૃતિ મહીષ જેવી જ લગામરહિત અને સંયમહીન છે.આ મહિષાસુરની માયા ઓળખવા તેની આસુરી ભીંસમાથી મુકત થવા દૈવી શકિતની આરાધનાની જરૂર છે.મહિષાસુરને,મહિષવૃતિને કેવળ શકિતથી જ જીતી શકાય.દેવી જગદંબાની પૂજા કરી તેની પાસેથી શકિત મેળવવાના દિવસો તે જ નવરાત્રિના દહાડા!

દૈવી શકિતને જગદંબા,દુર્ગા,અંબા,અંબિકા કે ભવાની તરીકે પણ ઓળખવામાં આવે છે.માતાજીના ભકતો નવ દિવસ માતાજીનું અનુષ્ઠાન કરે છે અને નવ દિવસના ઉપવાસ કરે છે.શકિતની આરાધના કરે છે.ઉપવાસ પાછળ સ્વાસ્થ્યનું એક કારણ પણ કામ કરે છે.

આપણે પણ આળસ પ્રમાદને ખંખેરી નવરાત્રિમાં શકિત ઉપાસના શકિત માટે સંગઠન સાધવાનો પ્રયત્ન કરવો જોઇએ.સંગઠનમાં જ શકિત અને ભકિત છે.નવરાત્રિમાં સાથ મળી સંગઠીત થઇ ગરબા કે રાસ રૂપે દેવીની આસપાસ ઘૂમવાનું હોય છે અને ઘૂમતા ઘૂમતા સદબુધ્ધિ,એકતા અને સંઘબળ માટે પ્રાર્થના કરવાની હોય છે.સાથ સાથ રાસ,ગરબા કે નૃત્ય દ્વારા શુધ્ધ આનંદની અભિવ્યકિત કરવાની હોય છે.આરોગ્યનું અન્ય એક વૈજ્ઞાનિક કારણ પણ રાસગરબા સાથે જોડાયેલુ છે.સાથે મળી દિવસો અગાઉથી રાસગરબાની પ્રેકટીસ કરે છે અને નવ નવ દિવસ સુધી મોડીરાત સુધી કલાકો સુધી રાસ ગરબા રમે છે તેથી શરીરનો મેદ આપોઆપ ઓગળી જઇ શરીર સપ્રમાણ, સ્વસ્થ, સ્ફુર્તીલુ બને છે.રાસગરબા રમતી વખતે બધા જ પ્રકારની શારિરીક કસરત આપોઆપ થઇ જાય છે તેથી મહિનાઓ સુધી દવાઓ ખાઇને ખોરાક પર કાપ મૂકીને આરોગ્ય જોખમમાં મુકીને પણ સ્ત્રીઓ જે મેદ (ચરબી) ઓગાળી શકતી નથી તે મેદ ગરબા રાસ રમવાથી ગણતરીના દિવસોમાં ઓગળી જઇ શરીર સુડોળ બને છે,સતત રાસ રમવાથી ખૂબ પરસેવો વળે છે તે પ્રસ્વેદ સાથ શરીરનો બધો કચરો નીકળી જાય છે અને શરીર શુધ્ધ થાય છે.ધર્મ અને આરોગ્ય વિજ્ઞાનનો કેવો સુંદર સમન્વય છે.એટલુ જ નહી સૌ સાથ મળી લય અને તાલથી રાસગીતા ગાય છે તેમા સંગીતનો પણ પાકો મહાવરો થઇ જાય છે.શકિત, સ્વાસ્થ્ય અને સંગીત ત્રણેનો સંગમ બની જાય છે.

શકિત સાથ ભકિતનો સમન્વય એટલે વિજયાદશમી દશેરાનો ઉત્સવ.એ વિજય પ્રસ્થાનનો ઉત્સવ છે.પ્રભુ રામચંદ્રના સમયથી જ આ દિવસ વિજય પ્રસ્થાનનું પ્રતિક બન્યો છે. ભગવાનશ્રી રામ અને રાવણનું યુધ્ધ છેડાયું તેમા આ દિવસે રામે રાવણનો વધ કર્યો અને ઉત્સવ સર્જાયો.ત્યારપછી તો આ હર્ષોત્સવ આજ સુધી ઉજવાઇ રહ્યો છે. દશેરાના દિવસે રાવણના મોટા પુતળા બનાવાય છે અને લોકો તેનુ દહન કરે છે એટલે કે તેને બાળે છે.આ રાવણ દહન જોઇને આપણે ખુશ થઇએ છીએ પણ દરેકમાં થોડા વધતા અંશે રાવણ વસી રહ્યો છે.કામ,ક્રોધ,મોહ,લોભ,હિંસા,ચોરી,વ્યાભિચાર વગેરે રૂપે આપણામાં રાવલ રહેલો છે,પણ હા રાવણ સાથ આપણા આત્મામાં રામ પણ વસે જ છે.તે રામવૃતિ જાગૃત કરી અવગુણી રૂપી રાવણનો વધ કરવાનો છે.રાવણ ઇન્દ્રિયોનો ગુલામ હતો તેથી માર્યો ગયો.આપણે પણ વૃતિઓના ગુલામ ન બનીએ તેનો સંકલ્પ વિજયાદશમીએ કરવો રહ્યો. વિજયાદશમીએ લોકો ઘરે મીઠાઇ લાવે છે અને આનંદથી વિજયાદશમી ઉજવે છે.આ દિવસે શમીપુજન પણ કરાઇ છે.શમીનુ વૃક્ષ એટલે ખીજડાનુ વૃક્ષ, શમી ખીજડો પવિત્ર વૃક્ષ ગણાય છે.વિજયાદશમીએ લોકો દરેક પ્રકારના નવાકાર્યોનો શુભારંભ કરે છે જેમાં ચોઘડીયું જોવાની પણ જરૂર રહેતી નથી. નવરાત્રિ અને દશેરાના તહેવારની તથા આસો મહિનાની શરદઋતુની પરાકાષ્ઠા એટલે શરદપુર્ણિમા,શરદપુર્ણિમા ભારતમાં વિશેષ મહત્વ ધરાવે છે.આ દિવસે મધરાતે દેવી લક્ષ્‍મીજી સ્વયં આકાશમાં વિહાર કરે છે અને પુછે છે, કો જાગર્તિ? એટલે કે કોણ જાગે છે? જે જાગતુ હશે તેને ધન આપીશ અને જે જાગતુ હોય તેને દેવી વરદાન આપે છે.લક્ષ્‍મી આળસુ કે પ્રમાદી, ઉંૅઘતા માણસને નથી મળતી જે સતત જાગૃત છે., પ્રયત્ન શીલ છે તેને મળે છે નવરાત્રીનું આરોગ્ય,ભકિતની શકિત મેળવી,વિજયાદશમીનો વિજય મેળવી નવા વર્ષને વધાવવા સુખદ બનાવવા તો જાગૃત અને પ્રયત્નશીલ બનવુ જ જોઇએ. વળી ચંદ્રની શ્વેત ચાંદની રેલાતી હોય તેમા રાત્રે દુધપૌઆ ખાવાનો આનંદ ભળે, દુધ પૌઆ ખાઇને પુર્ણિમાનું જાગરણ કરવાની શકિત મળે.શરદપુર્ણિમાના ચંદ્રની શીતળ પ્રકાશથી વનસ્પતિ,ઔષધિઓ વગેરેને પુષ્ટિ મળે છે.આ જ સમયમાં નવુ અન્ન પણ પાકી ગયુ હોય છે.પૃથ્વી પણ નવા શણગાર સજે છે.વર્ષાઋતુને લીધે જંગલો, ડુંગરો,ધસમસતી નદીઓ,ખેતરોમાં લહેરાતી નવી ફસલો બધુ જ રળિયામણું.એટલે ઉત્સવજ ઉત્સવ.શરદપુર્ણિમા સુધી એ ઉત્સવ આનંદ લંબાય છે. રાસના રસિયાઓતો નવ દિવસ રમીને ન થાકયા હોય તેમ શરદપુર્ણિમાએ પણ નાચેકૂદે છે,રાસ રમે છે,બધે જ માત્ર આનંદ. શુધ્ધ મને આ ઉત્સવને,આનંદને માણી આ વર્ષે કોરોના મહામારીના લીધે નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવી શકાશે નહી આપણે સૌ આપણા ઘરે રહીને મતાજીની આરાધના કરીએ… અનુષ્ઠાન કરીએ.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here