ડિજિટલ મીડિયામાં 26 ટકા વિદેશી રોકાણને મંજૂરી

18

નવી દિલ્હી : સરકારે ડિજિટલ મીડિયામાં 26 ટકા એફડીઆઈ ને મંજૂરી આપી છે આ અંગે મળતી માહિતી અનુસાર ડિજિટલ મીડિયામાં 26 ટકા વિદેશી રોકાણની મંજૂરી આપવામાં આવી છે.આ માટે સરકારની પરવાનગી લેવી પડશે.આ નિયમ વેબસાઇટ,એપ્લિકેશન અથવા અન્ય પ્લેટફોર્મ પર સમાચાર સ્ટ્રીમ કરનારાઓને લાગુ પડશે. આ નિયમ ડિજિટલ મીડિયાને સમાચાર આપતી ન્યૂઝ એજન્સીઓને પણ લાગુ પડશે.તમામ ડિજિટલ મીડિયા ન્યૂઝ સંસ્થાઓને એક વર્ષનો સમય આપવામાં આવ્યો છે જેથી તેઓ શેરહોલ્ડિંગની આવશ્યકતાઓને પહોંચી વળે.ભારતમાં રજિસ્ટર્ડ અથવા સ્થિત સંસ્થાઓમાં જ 26 ટકા એફડીઆઇ લાગુ થશે.

આ નિર્ણય પછી રેગ્યૂલેટરી ઓવરસાઈટ બનાવી શકાશે.બસ સીઈઓ ભારતીય નાગરિક હોવા જોઈએ.વિદેશી લોકો માટે સુરક્ષા મંજૂરી જરૂરી છે.હમણાં સુધી આ તમામ નિયમ પ્રસારણ માધ્યમો માટે લાગુ હતા પરંતુ હવે તે ડિજિટલ મીડિયા પર પણ લાગુ થશે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here