ડાંગ બેઠકમાં કોંગ્રેસનું શાસન છે અને ભાજપ સતત અહી પગ જમાવવાની કોશિશ કરી રહ્યુ છે.એટલુ જ નહિ ભાજપની સામે કોગ્રેસ અહિં પેટા ચૂંટણીમાં મજબુત સ્થિતિમાં છે ભારતીય જનતા પાર્ટીએ ડાંગથી વિજય પટેલને ટિકિટ આપી છે ત્યારે હવે વિજય પટેલ માટે રાહ થોડી મુશ્કેલીભરી બને તેવું લાગી રહ્યું છે.ત્યારે વિજય પટેલે ચૂંટણી અધિકારીને કોંગ્રેસના ઉમેદવાર વિરૂદ્ધ ફરિયાદ કરી છે.
વિજય પટેલે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે કે,કોંગ્રેસના ઉમેદવારો દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિતનું ઉમેદવારી ફોર્મ રદ કરવા અરજી કરી છે,ભાજપના ઉમેદવાર વિજય પટેલે ચૂંટણી અધિકારીને આ પ્રકારની અપીલ કરી છે,કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત દ્વારા કરવામાં આવેલ એફિડેવિટમાં 53 જેટલી ભૂલો હોવાની તેમણે માહિતી આપી છે,દસ્તાવેજી પુરાવા સાથે ભાજપના ઉમેદવારે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીને આ અંગે ફરિયાદ કરી છે.જો ચૂંટણી અધિકારી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ ન કરે તો તેઓએ ન્યાય પાલિકામાં જવાની તૈયારી પણ દર્શાવી છે. આ અંગે ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ પૂર્ણેશ મોદીએ પ્રેસ મીડિયાને માહિતી આપી હતી.
ડાંગ વિધાનસભાની પેટાચૂંટણીનો જંગ જીતવા ભાજપ અને કોંગ્રેસની બેઠકનો ધમધમાટ શરૃ થયો છે.જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષ એડીચોટીનું જોર લગાવવાનું શરૃ કરી દીધું છે.સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં અને ભાજપમાંથી કોંગ્રેસમાં કાર્યકરોના જોડાવાનો સિલસિલો શરૃ થઇ ગયો છે.