સાવલીના આઘેડની હત્યા થયેલી લાશ મળતા ચકચાર

22

સાવલી તા.૧૫ સાવલી તાલુકાના કસરિયાપુરા ગામની સીમમાંથી ૫૫ વર્ષના શખ્સની રહસ્યમય સંજોગોમાં હત્યા થયેલી લાશ મળતા પંથકમાં ચકચાર મચી ગઇ છે.પ્રાપ્ત માહિતી મુજબ કસરિયાપુરા ગામના કોતરમાં ગળું કાપેલી હાલતમાં એક ઈસમની લાશ પડી છે તેવી માહિતીના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ઈસમ સાવલીના એપોલો ૧૧ વિસ્તારમાં રહેતો તેમજ ભજીયાની લારી ચલાવતો ભૂપેન્દ્ર હીરાભાઇ રાણા હોવાનું જાણવા મળ્યું હતું.

મૃતક ભૂપેન્દ્રભાઇ એકલવાયું જીવન જીવતા હતાં.કોઈ ધારદાર હથિયારથી ગળું કાપીને ભૂપેન્દ્રભાઇની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.જો કે ક્યાં કારણોસર હત્યા કરી તે કારણ અકબંધ છે.ઘટનાસ્થળેથી ભૂપેન્દ્રભાઇની એક્ટિવા પણ બિનવારસી હાલતમાં મળી હતી.સાવલી પોલીસે લાશનો કબજો લઈ પીએમ કરાવવા તેમજ હત્યારાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Share Now