સાગના લાકડાની તસ્કરીનો ધંધો ઝડપાયો, ફિલ્મી સ્ટાઇલમાં ભાગ્યો ચોર તો RFOએ કર્યું આમ

65

ડાંગ : ઉત્તર ડાંગ વનવિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારીને મળેલી બાતમીના આધારે કાલીબેલ વનવિભાગના આર.એફ.ઓ. અને બીજા સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે વનવિભાગે લાકડાં અને વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી જંગલ ચોરની ધરપકડ કરી છે.

ડાંગ જિલ્લો વિશાળ વનક્ષેત્ર – ડાંગ જિલ્લામાં વનક્ષેત્રનાં કારણથી જ કુદરતનું અખુટ સૌંદર્ય સમાયેલું છે.જ્યારે બીજી તરફ અહીંના જંગલમાં વૃક્ષ છેદનની ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિએ વન વિભાગના નાકે દમ લાવી દીધો છે.લાકડાં માટે આડેધડ વૃક્ષોને કાપી નાખી તેની બેનંબરી તસ્કરીના બનાવો અહીં વારંવાર બને છે.તાજેતરમાં પુષ્પા નામની ફિલ્મ ખૂબ પ્રચલીત થઈ હતી.આ ફિલ્મમાં દક્ષિણ ભારતના જંગલોમાંથી લાલ ચંદનના લાકડાંઓની તસ્કરીના કૌભાંડ દર્શાવવામાં આવે છે.આ ફિલ્મમાં જંગલમાંથી લાકડાંની ચોરી કરી અલગ-અલગ તરકીબો દ્વારા જંગલની બહાર લઈ જવાતું હોવાનું દર્શાવ્યું છે.

ચેકીંગ તથા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું

ડાંગ જિલ્લામાં આ ફિલ્મના દ્રશ્યો જાણે હકીકતમાં ભજવાતા હોય તેવી સ્થિતિ નજરે પડી રહી છે.ફિલ્મ અને હકીકતમાં ફર્ક માત્ર ચંદનના લાકડાંના બદલે સાગી લાકડાંની તસ્કરીનો વેપલો શરૂ કરાયો છે.ઉત્તર ડાંગ વનવિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારીને મળેલી બાતમીના આધારે કાલીબેલ વનવિભાગના આર.એફ.ઓ. અને બીજા સ્ટાફ દ્વારા સઘન વાહન ચેકીંગ તથા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

નાનાપોઢા ફોરેસ્ટ અધિકારીઓની ટીમે ખેરના લાકડા સહિત મેક્સ જીપ ઝડપીઆ રીતે પકડાયાં

ડાંગ જિલ્લાના ઉત્તર ડાંગ વન વિભાગ અંતર્ગત કાલીબેલ રેન્જ વિભાગના હદમાં સાવરદાકસાડ ગામેથી ગેરકાયદે લઈ જવાતું સાગી લાકડાં ઝડપી પાડયા.ચેકીંગ દરમિયાન એક ટવેરા કાર નંબર GJ 15 BB 1644 પૂરઝડપે નિકળી હતી.વન વિભાગના પ્રયાસ છતાં કારચાલક વાહન ઊભું ન રાખી બેરિકેડ તોડી ગાડી હંકારી ગયો હતો.શંકાસ્પદ ગતિવિધિઓના પગલે આર.એફ.ઓ તથા તેમના સ્ટાફે ફિલ્મી ઢબે વાહનનો પીછો કરી સાવરદાકસાડ નજીક આતરી અટકાવાઈ હતી.વાહનની તલાશી લેતા 8 ઘનમીટર સાગી લાકડાં મળી આવ્યા હતાં.વનવિભાગે લાકડાં અને વાહાન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી જંગલ ચોર યોગેશભાઈ બાબુભાઈ ચૌધરી (રહે. પંચોલ,તા. ડોલવણ, જિ. તાપીની ધરપકડ કરી હતી.

Share Now