પૃથ્વીરાજઃ રાજપૂત કરણી સેનાની ફરિયાદ પર અક્ષય કુમારની ફિલ્મ ‘પૃથ્વીરાજ’નું નામ બદલાયુ, આ હશે નવું ટાઈટલ

42

નવી દિલ્હી : તા.27 મે 2022, શુક્રવાર : અક્ષય કુમારની આગામી ફિલ્મ’પૃથ્વીરાજ’નું નામ બદલીને’સમ્રાટ પૃથ્વીરાજ’કરવામાં આવ્યું છે.અનેક મીટિંગો અને નોટિસો આપ્યા બાદ,27મી મેના રોજ પૃથ્વીરાજ YRFના નિર્માતાઓ રાજપૂત સમુદાયની લાગણી અને માંગને ધ્યાનમાં રાખીને ફિલ્મનું નામ પૃથ્વીરાજથી બદલીને સમ્રાટ પૃથ્વીરાજ કરવા માટે સંમત થયા છે.રાજપૂત કરણી સેનાના એડવોકેટ રાઘવેન્દ્ર મેહરોત્રા દ્વારા કાનૂની નોટિસ મોકલવામાં આવતા પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી.રાજપૂત સમુદાયને ઠેસ પહોંચતા તેમના ક્લાયન્ટની લાગણીને ધ્યાનમાં રાખીને ફિલ્મના નામમાં ફેરફાર કરવાની માંગણી કરવામાં આવી હતી.યશ રાજ ફિલ્મ્સે રાજપૂત કરણી સેનાના પ્રમુખને લખેલા સત્તાવાર પત્રમાં જણાવ્યું છે કે’પૃથ્વીરાજ’ હવે’સમ્રાટ પૃથ્વીરાજ’માં બદલાઈ ગયું છે.તેમણે લખ્યું,અમે,યશ રાજ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ,1970ના દાયકાની શરુઆતતી જ અમારુ પ્રોડક્શન હાઉસ અને ઘણી કંપનીઓમાંથી એક છે અને ભારતના સૌથી મોટા ફિલ્મ સ્ટુડિયોમાંના એક તરીકે વિકસ્યા છે.અમે ભારતીય સિનેમાના ઈતિહાસમાં કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો આપી છે અને 50 વર્ષથી વધુ સમયથી મનોરંજન આપતા આવ્યા છીએ.

તેમણે આગળ લખ્યું,’ફિલ્મના ટાઇટલને લઈને કરવામાં આવેલી ફરિયાદને શાંતિપૂર્વક રીતે ઉકેલવા માટે અમે ફિલ્મના ટાઇટલને સમ્રાગટ પૃથ્વીરાજમાં બદલી રહ્યા છે,તમને ખાતરી આપું છું કે સ્વર્ગસ્થ રાજા અને યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા કોઈ પણ વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કે અનાદર કરવાનો અમારો ઈરાદો નથી.અમે આ ફિલ્મ દ્વારા પૃથ્વીરાજ ચૌહાણની બહાદુરી,સિદ્ધિઓ અને આપણા દેશના ઇતિહાસમાં તેમનુ યોગદાન છે તેની ઉજવણી કરવા માંગીએ છીએ.

Share Now