શાહીદની કબીરસિંઘની સિક્વલ, ભૂલભૂલૈયાનો ત્રીજો પાર્ટ બનશે

45

મુંબઇ : ફ્રેશ સ્ટોરી આઇડિયા એ કઈ બલાનું નામ છે એ બોલિવુડ ભૂલી ગયું હોય તેમ ભૂલભૂલૈયાનો ત્રીજો ભાગ અને શાહીદ કપૂરની કબીર સિંઘ ની સિક્વલ બનાવવાની જાહેરાત થઈ છે.કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ભૂલ ભૂલૈયા ૨ બોક્સ ઓફિસ પર અઢળક કમાણી કરી રહી છે.છ દિવસમાં આ ફિલ્મે ૮૩ કરોડ રૂપિયાથી વધુ કલેકશન કરી દીધું છે.જોકે,આ ફિલ્મ તેના મૂળ પાર્ટ વન કરતાં ક્યાંય નબળી છે અને વાર્તાથી માંડીને તમામ પાસાંમાં વેઠ ઉતારવામાં આવી છે એવી વ્યાપક ટીકા છતાં હવે ભૂલભૂલૈયા થ્રી બનાવાનનું એલાન થઈ ગયું છે.બીજી તરફ કબીરસિંઘની સફળતાને વટાવી ખાવા એ જ પાત્રને કેન્દ્રમાં રાખીને નવી ફિલ્મ બનાવવાની જાહેરાત પણ થઈ છે.પ્રોડયૂસર ભૂષણ કુમારે દાવો કર્યો હતો કે પ્રેક્ષકો ભૂલભૂલૈયાનો ત્રીજો પાર્ટ જોવા આતુર છે.બીજી તરફ કબીર સિંહના સર્જક મુરાદ ખેતાનીએ કહ્યું હતું કે કબીર સિંહ એક આઈકોનિક પાત્ર છે અને દર્શકો તેને વારંવાર પડદા પર જોવા ઈચ્છશે.

Share Now