બોની કપૂરના ક્રેડિટ કાર્ડમાંથી બારોબાર 4 લાખની ખરીદી

43

મુંબઇ : જાણીતા નિર્માતા બોની કપૂર પણ સાઇબર ફ્રોડનો શિકાર બન્યા છે.બોની કપૂરના ક્રેડિટ કાર્ડથી ચાર લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી છે.મુંબઇના આંબોલી પોલીસે ઈન્ફર્મેશન ટેકનોલોજી એક્ટની સંબંધિત ધારાઓ હેઠળ મામલો નોંધ્યો છે.પોલીસ આ ગુનાની તપાસ કરી રહી છે.કોઈ ભેજાબાજે બોની કપૂરના ક્રેડિટ કાર્ડની વિગતો અને પાસવર્ડ મેળવી લઈ ગત તા.નવમી ફેબ્રુઆરીથી પાંચ વ્યવહારો કરી ૩.૮૨ લાખની ખરીદી કરી લીધી હતી.ગયા માર્ચ માસમાં બેન્ક કર્મચારીએ બોની કપૂરને તેની ક્રેડિટ કાર્ડ ખરીદીનું પેમેન્ટ રી દેવા જાણ કરી હતી ત્યારે બોની કપૂરને આ ફ્રોડની ખબર પડી હતી.

બોનીએ જણાવ્યું હતું કે,તેની પાસેથી કોઇએ પણ ક્રેડિટ કાર્ડની માહિતી માંગી નહોતી.તેમજ કોઇ ફોન કોલ પણ આવ્યો નહોતો.અધિકારીઓને શક છે કે,કાર્ડનો ઉપયોગ કરતી વખતે કોઇએ તેનો ડેટા પ્રાપ્ત કરી લીધો છે.શરૂઆતની તપાસ મા જણાયું હતું કે બોની કપૂરના એકાઉન્ડમાંથી પૈસા ગુરુગ્રામની એક કંપનીના ખાતામાં ગયા છે.આ અગાઉ લોકડાઉન વખતે અભિનેત્રી શબાના આઝમી સાથે પણ ઓનલાઈન વાઈનની ખરીદીમાં છેંતરપિંડી થઈ હતી.

Share Now