– પેલેસ્ટાઈનના વિદેશ પ્રધાન રિયાદ અલ-મલિકીએ જાહેરાત કરી હતી કે અલ જઝીરાના પત્રકાર શિરીન અબુ અકલેહના મૃત્યુની તપાસ માટે ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઈસીસી)ને સુપરત કરવામાં આવી છે.
રામલ્લાહના ટોચના રાજદ્વારીએ તુર્કીની અનાદોલુ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે,અમે [ગુનાનું] દસ્તાવેજીકરણ કર્યું છે અને હત્યાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ માટે ICC ફરિયાદીને તેના વિશે એક ફાઇલ સબમિટ કરી છે.તેમણે કહ્યું કે અન્ય કથિત ગુનાઓ પણ સત્તાવાર તપાસને ઝડપી બનાવવા અને ઇઝરાયેલને જવાબદારીમાં લાવવાના પ્રયાસરૂપે રજૂ કરવામાં આવ્યા હતા.
અલ જઝીરાના મહિલા પત્રકાર અબુ અકલેહ ઇઝરાયેલમાં આરબ આતંકવાદી હુમલાઓના હુમલાઓ વચ્ચે IDF દ્વારા શરૂ કરવામાં આવેલી ધરપકડની કામગીરીને કવર કરી રહ્યા હતાતે દરમ્યાન પેલેસ્ટિનિયન બંદૂકધારીઓ અને IDF દળો વચ્ચેના એન્કાઉન્ટર વખતે વિવાદાસ્પદ સંજોગોમાં પશ્ચિમ કાંઠાના શહેર જેનિનમાં 11 મેના રોજ તેને જીવલેણ ગોળી મારી દેવામાં આવી હતી.
પેલેસ્ટિનિયન ઓથોરિટી (PA) એ તેના મૃત્યુ માટે દોષિતતા નક્કી કરવા માટે બંને પક્ષીય તપાસ હાથ ધરવાની ઇઝરાયેલની ઓફરને નકારી કાઢી હતી અને જેરૂસલેમને તેના શરીરની અથવા તેની હત્યા કરનારી ગોળીની સંયુક્ત ફોરેન્સિક તપાસ કરવાની વાતને પણ નકારી દીધી હતી.
પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે ઈઝરાયેલ પર અબુ અકલેહની હત્યાનો આરોપ લગાવ્યો અને આંતરરાષ્ટ્રીય પ્રતિસાદને હાકલ કરી છે.જયારે બીજી તરફ ઇઝરાયેલએ કહ્યું કે શા માટે પેલેસ્ટાઇન સંયુક્ત તપાસને નકારી રહ્યું છે? તેઓ ખરેખર શું છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે? સંયુક્ત તપાસ કરવા માટે PA ના ઇનકારને સંબોધતા એક નિવેદનમાં ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટને પ્રશ્ન કર્યો હતો.
અલ જઝીરાએ એ પણ આક્ષેપ કરતા અહેવાલ આપ્યો છે કે ઇઝરાયેલી દળો દ્વારા કરવામાં આવેલા યુદ્ધ અપરાધમાં તેના પીઢ પત્રકારની ઠંડા કાળજે હત્યા કરવામાં આવી હતી. કતાર-આધારિત નેટવર્ક સાથે વાત કરતા પેલેસ્ટિનિયન નેશનલ ઇનિશિયેટિવના સેક્રેટરી-જનરલ, મુસ્તફા બર્ગૌટીએ પ્રતિબંધો અને શિક્ષાત્મક કૃત્યો સહિત ઇઝરાયેલ સામે વાસ્તવિક દબાણ લાગુ કરવા હાકલ કરી હતી.
ઇઝરાયેલના સંરક્ષણ મંત્રાલય બેની ગેન્ટ્ઝે ટિપ્પણી કરી હતી કે આ મામલો ICCમાં લઈ જવાથી જેરુસલેમ અને રામલ્લાહ વચ્ચેના સંબંધો વધુ ખરાબ થશે. ટોચના સંરક્ષણ અધિકારીએ લાંબા સમયથી PA સાથેના સંબંધોને મજબૂત કરવાની તરફેણ કરી છે અને અબ્બાસ સાથે ઘણી ચર્ચાઓ કરી છે.
ઇઝરાયેલના નેતાઓએ નકારી કાઢ્યું છે કે અબુ અકલેને ઇરાદાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ ભારપૂર્વક જણાવે છે કે PA દ્વારા પુરાવા રોક્યા વિના એ સ્થાપિત કરવું અશક્ય છે કે તેને ભૂલથી સૈનિક અથવા પેલેસ્ટિનિયન બંદૂકધારીએ ગોળી મારી હત કે નહીં.
IDF મિલિટરી એડવોકેટ જનરલ, જનરલ યિફત તોમર-યેરુશાલ્મીએ જણાવ્યું હતું કે, સુશ્રી અબુ અકલેહ સક્રિય યુદ્ધ ક્ષેત્રની મધ્યમાં માર્યા ગયા હતા તે જોતાં, ગુનાહિત પ્રવૃત્તિની કોઈ તાત્કાલિક શંકા નથી અને કોઈ પુરાવા નથી. ઇઝરાયેલ બાર એસોસિએશનના વાર્ષિક સંમેલનને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પત્રકારનું મૃત્યુ કેવી રીતે થયું તે નિર્ધારિત કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે વ્યાવસાયિક બેલિસ્ટિક તપાસ દ્વારા તેના શરીરમાં મળેલી બુલેટની તપાસ કરવી અને બેલેસ્ટિક નિરીક્ષણ હાથ ધરવું જોઈએ જે પેલેસ્ટિનિયન ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, તે અબુ અકલેહના મૃત્યુના સંજોગો પર શંકા વ્યક્ત કરવાનું ચાલુ રાખે છે.જે પ્રાથમિક તબબકે યોગ્ય નથી.
વધુમાં જનરલ તોમર-યેરુશાલ્મીએ પણ જાહેર કર્યું કે જેનિનમાં ગોળીબાર દરમિયાન બહુવિધ સ્થળોએથી ડઝનેક પેલેસ્ટિનિયન બંદૂકધારીઓ દ્વારા સેંકડો રાઉન્ડના ગોળીબારનું IDFએ દસ્તાવેજીકરણ પણ કર્યું છે.ઘટના સમયે જેનિનમાં પેલેસ્ટિનિયનો દ્વારા બહાર પાડવામાં આવેલ એક વિડિયોમાં તેઓ ગલીમાં ગોળીબાર કર્યા પછી અમે એક સૈનિકને મારી નાખ્યા એમ બડાઈ મારતા બતાવે છે. IDF એ કહ્યું કે કારણ કે તે દિવસે કોઈ ઇઝરાયેલી સૈનિકો ઘાયલ થયા ન હતા, બંદૂકધારીઓએ અબુ અકલેહનો ઉલ્લેખ કર્યો હશે, જેણે રક્ષણાત્મક હેલ્મેટ અને ફ્લૅક જેકેટ પહેર્યું હતું.
સંપૂર્ણ પારદર્શિતા જાળવવાના પ્રયાસમાં એક ઇઝરાયેલી લશ્કરી અધિકારીએ ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે અબુ અકલેહને મારનાર ગોળી ચલાવનાર રાઇફલ શોધી કાઢવામાં આવી છે,પરંતુ પુષ્ટિ માટે ઘાતક બુલેટની હજુ પણ જરૂર છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસ નિષ્પક્ષ તપાસ કરવા માટે ઇઝરાયેલની વિશ્વસનીયતા પર ધ્યાન આપી ચૂક્યા છે. સ્વાભાવિક રીતે, ઇઝરાયેલી સત્તાવાળાઓ પાસે સંપૂર્ણ વ્યાપક તપાસ કરવા માટેના માધ્યમો છે, તેમણે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે ઇઝરાયેલ આ બાબતે એક વિડિઓ પણ જાહેર કરી ચૂક્યું છે અને મહિલા પત્રકાર અબુ અકલેહની હત્યા માટે દ્રિ પક્ષીય તપાસ માટે પેલેસ્ટેનિયન ઑથોરિટીનો સહકાર માંગી ચૂક્યું છે પરંતુ આ બાબતે પેલેસ્ટીઅન નકારી ચૂક્યું છે.