સુરત: બારડોલી તાલુકાના ખરવાસા ગામના સહકારી અને રાજકીય અગ્રણી અજીત પટેલનો મહિલા સાથેનો બિભત્સ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઇ છે.આ અગ્રણી એક ઘરની બહાર મહિલા સાથે બિભત્સ વર્તન કરતો નજરે પડ્યો છે.આ વિડીયો વાયરલ થતાંની સાથે સુરત જિલ્લાના સહકારી અને રાજકીય ક્ષેત્રમાં ભૂકંપ સર્જાયો છે.સુરત જિલ્લા સહિત બારડોલી વિસ્તારના અનેક નેતાઓના બિભત્સ હરકતો કરતા વિડીયો છેલ્લા બે-ત્રણ વર્ષથી વાયરલ થઇ રહ્યા છે.ત્યારે વધુ એક રંગીલા નેતાનો આવો જ વિડીયો સામે આવતા ચકચાર મચી ગઇ છે.
સુમુલ ડિરેક્ટર અને બારડોલી તાલુકા પંચાયતનાં સભ્ય તેમજ ભાજપ અગ્રણી અજીત પટેલના મહિલા સાથેના રંગરેલીયા કેમેરામાં કેદ થયા છે.વિડીયોમાં એક ઘરનો દરવાજો ખોલી એક મહિલા અર્ધનગ્ન હાલતમાં બહાર આવે છે ત્યારબાદ બહારથી આ રંગીલા નેતા પણ આવે છે.મહિલાને ભેટી તેની સાથે બિભત્સ હરકત કરતા નજરે પડે છે.રાત્રિના સમયે એકલતાનો લાભ ઉઠાવી નેતા રંગરેલિયા મનાવતા હોવાની વાતે જોર પકડ્યું છે.પરિણીત મહિલાના પ્રેમમાં પડેલા હોવાની ચર્ચા સાથે આ વિડીયો વાયરલ થયો છે.કોઈકે, ઈરાદા પૂર્વક સીસીટીવી અથવા સ્પાઈ કેમેરા ગોઠવી સ્ટિંગ કર્યું હોવાની ચર્ચાઓ પણ ભાજપ અને સહકારી ક્ષેત્રમાં ચાલી રહી છે.સાચું ખોટું શું છે એ તો પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર.પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ તપાસ કરાવ્યા પછી જ જાહેર કરી શકે.પણ હાલમાં આ વિડિઓ વાઇરલ થતા રાજકીય મંચ પર ભારે ચર્ચાઓ જાગી છે.વિપક્ષને જાણે ચૂંટણી અગાઉ ભાવતું તું ને વૈદ્ય એ કીધું એવો ઘાટ સર્જાયો છે.અગાઉ ભાજપના અન્ય નેતાઓના આવા પ્રકરણો ભૂતકાળમાં આકાર લઇ ચુક્યા છે ત્યારે હવે અજિત પટેલનો વિડિઓ વાઇરલ થતા જિલ્લા ભાજપનો પણ આંતરિક જૂથવાદ સપાટીએ આવ્યો હોઈ એવું લાગી રહ્યું છે.જાણકારોના મતે અજિત પટેલનો વિડિઓ પણ રાજકીય કિન્નાખોરીને ધ્યાને લઇ પક્ષના જ કેટલાક હિતશત્રુઓએ વાઇરલ કર્યો હોવાની ચર્ચા ભાજપમાં છેડાઈ છે.
અત્રે નોંધનીય છે કે જિલ્લા ભાજપમાં અવારનવાર વિવાદો સર્જાઈ રહ્યા છે અને બે ત્રણ ગંભીર કિસ્સામાં નેતાઓના વિડિઓ અને સેક્સટેપ તેમજ ફોટા વાઇરલ થવાની ઘટનાને લઇ પ્રદેશ ભાજપમાં પણ હડકંપ મચી જવા પામ્યો છે.સામી ચૂંટણીએ આ પ્રકારના કિસ્સા
ભાજપની છબીને ભારે નુકશાન પહોંચાડી રહ્યા હોવાનું પણ રાજકીય પંડિતો જણાવી રહ્યા છે.થોડા સમય અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈના પણ સ્વિમિંગપુલમાં સ્નાન કરતા ફોટા વાઇરલ થયા હતા ત્યારબાદ હવે ભાજપના અગ્રણી અજિત પટેલનો સેક્સલીલા માણતો વિડિઓ વાઇરલ થતા ચોતરફ પક્ષની આબરૂને લઇ ચર્ચાઓ ચાલી રહી છે.
શિસ્તબદ્ધ પાર્ટીમાં અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ બહાર આવી રહ્યાં છે જેને લઇ સમગ્ર ગુજરાતમાં ભાજપની છબી ખરડાઈ રહી છે જેની પાછળ દક્ષિણ ગુજરાતના કેટલાક શોખીન નેતાઓના સેક્સકાંડ જવાબદાર હોવાનું પણ આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.જિલ્લા ભાજપ હવે જાણે વિવાદોનો ગઢ બની રહ્યું હોઈ એવું પ્રતીત થઇ રહ્યું છે.બીજી તરફ પ્રદેશ ભાજપ અને હાઇકમાન્ડ આ બાબતે બાજનજર રાખી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં જિલ્લા ભાજપના કારનામાઓ અનેક અન્ય સારી છબી ધરાવતા નેતાઓ અને અગ્રણીઓનો ભોગ લઇ શકે એવી શક્યતા જણાઈ રહી છે તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલના હોમટાઉનમાં આવી ગંભીર ઘટનાઓ બની રહી છે જેને લઈને પણ સંપૂર્ણ અહેવાલ ઉપર સુધી જઈ રહ્યા છે ત્યારે આગામી ચૂંટણી બાદ જિલ્લા ભાજપમાં ઘણા મોટાપાયે ઘરખમ ફેરફારો સ્થાન લેશે એવી નિશ્ચિત મનાઈ રહ્યું છે.હાલમાં અજિત પટેલના સેક્સલીલા માણતા વિડિઓને લઇ રાજકીય વાતાવરણ ગરમાયું છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ શું પગલાં લે છે તે તરફ પ્રજાજનની મીટ મંડાઈ છે.આ ઘટના બાબતે અજિત પટેલે સ્થાનિક મિડિયાને આ વિડીયો અંગે અજીત પટેલ જણાવ્યું હતું કે આ વિડીયો મારો નથી.એ કોઈએ બનાવટ કરી છે.આજે દિવસ ભર જિલ્લા ભાજપ અને સહકાર ગ્રુપમાં અજીત પટેલને લઈ ચર્ચાઓ ઉપડી હતી.અત્રે નોંધવું રહ્યું કે અજિત પટેલનો વિડિઓ વાઇરલ થયો છે તે બનવાટી હોવાનો તેમનો દાવો છે જે FSL રિપોર્ટ આવ્યા બાદ જ સપષ્ટ થશે પણ હાલના આ કામલીલાના વિડિઓને લઇ ભારે ચકચાર મચી જવા પામી છે અને ખુદ ભાજપના જ વોટ્સએપ ગ્રુપમાં આ વિડિઓ આગની જેમ પ્રસરી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
( નોંધ : હિન્દુસ્તાન મિરર અખબાર અને ન્યૂઝ પોર્ટલ વાઇરલ વિડિઓને લઇ કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતુ નથી.ઉપરાંત વિડિઓ મોર્ફ છે કે ઓરિજિનલ તે અંગે પણ કોઈ જ પુષ્ટિ કરતું નથી.અમારી સમક્ષ જે આધારભૂત માહિતી કે સ્તોત્ર ઉપલબ્ધ હોય છે એના થકી જ અમે પ્રજા સમક્ષ નિષ્પક્ષ અને ન્યાયિક સમાચાર પ્રસ્તુત કરીએ છે. )