ભાજપ સરકાર હચમચી ઉઠી, લઠ્ઠાકાંડ સર્જાતા હાઇકમાન્ડે સરકારનો ઉધડો લીધો : CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓને ખખડાવ્યા

153

અમદાવાદ,તા.27 જુલાઈ 2022,બુધવાર : વિધાનસભાની ચૂંટણી પહેલા જ લઠ્ઠાકાંડ સર્જાતા સરકારની મુશ્કેલી વધી છે. ગુજરાતમાં લઠ્ઠાકાંડ સર્જાતા ભાજપ હાઇકમાન્ડે સરકારનો ઉધડો લીધો હતો.આ તરફ, મુખ્યમંત્રીએ પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને ખખડાવ્યા હતાં.

ચૂંટણી ટાણે સરકાર ચિંતિત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પોલીસ અધિકારીઓને ખખડાવ્યા

લઠ્ઠાકાંડને પગલે મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.આ ઉપરાંત કેમિક્લયુક્ત માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં આવા પદાર્થો વેચનારા સામે સખતથી પગલા લેવા સૂચનાઓ આપવામાં આવી હતી.આ ઉપરાંત આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી હતી.વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે લઠ્ઠાકાંડે ભાજપના પ્રચારમાં જાણે અવરોધ સર્જયો છે.વિરોધી પક્ષોને તો જાણે ભાવતુ રાજકીય ભોજન મળ્યુ છે જેના પગલે કાગારોળ મચાવાઇ છે.આ તરફ, ગુજરાતમાં લઠ્ઠાકાંડ સર્જાતા દિલ્હી હાઇકમાન્ડે પણ નારાજગી વ્યક્ત કરી છે.દારૃબંધીને લઇને સવાલો સર્જાયા છે જેના કારણે સરકાર જ નહીં પણ ભાજપ સંગઠન ચિતિત બન્યુ છે.

Share Now