કનિકા કપૂરના પિતાએ કર્યો ધડાકો, એરપોર્ટ પર ટોઈલેટમાં છુપાઈ ગઈ હતી સિંગર?

198

બોલિવૂડની જાણીતી પ્લેબેક સિંગર કનિકા કપૂરને કોરોના વાયરસ પોઝિટીવ મળી આવ્યા બાદ હવે તે આખા સ્વાસ્થ્ય વિભાગ માટે માથાનો દુખાવો બની છે. તે પાછળનું કારણ છે કનિકા કપૂરના પિતાએ કરેલો ખુલાસો.

કનિકાના પિતા રાજીવ કપૂરે ખુલાસો કર્યો છે કે, લંડનથી પાછી ફર્યા બાદ કનિકા 3 થી 4 પાર્ટીમાં શામેલ થઈ હતી. અને આ દરમિયાન તે 300 થી 400 લોકોને મળી હતી. તેવી જ રીતે કનિકા જે ઈમારતમાં રહે છે ત્યાંથી લઈને જે જે લોકોને તે મળી હતી તે બધે જ રીતસરનો ભૂકંપ સર્જાયો છે.

એરપોર્ટ પર કેવી રીતે પાસ કર્યો ટેસ્ટ?

વિદેશથી પાછા આવનારા એકે એક નાગરિકને પહેલા ક્વારંટાઈનમાં રાખવામાં આવે છે અને તેમની વિધિતવત તપાસ કરવામાં આવે છે. તો સવાલ ઉભા થાય છે કે, વિદેશથી પાછી ફરનારી કનિકાનો કોરોના ટેસ્ટ કેમ ના થયો અને તેને કોઈ જ આઈસોલેશનમાં રાખ્યા વગર સીધા ઘરે જ આવવાની મંજૂરી કેવી રીતે મળી? જોકે હવે આ મામલો સામે આવ્યા બાદ કનિકાના આખા પરિવારના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે અને તમામને આઈસોલેશનમાં રહેવા જણાવવામાં આવ્યું છે.

કનિકાના પરિવારનો થશે કોરોના ટેસ્ટ

કનિકાના પિતા રાજીવ કપૂરે જણાવ્યું હતું કે હવે તેમના આખા પરિવારનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તેમના પરિવારમાં છ લોકો છે. તેવી જ રીતે તેમણે કહ્યું છે કે, અમારા પરિવારના સંપર્કમાં આવેલા તમામ લોકો પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.

કનિકા ટોઈલેટમાં છુપાઈ ગઈ અને…

એવુ કહેવાય છે કે, કનિકા કપૂર ટોઈલેટમાં છુપાઈ ગઈ હતી અને ગ્રાઉન્ડ સ્ટાફને થાપ આપીને એરપોર્ટથી બહાર નિકળી ગઈ હતી. જોકે કનિકાના પિતાએ આ વાતનો ઈનકાર કર્યો હતો.

ક્યારે કરાવાયો કનિકાનો ટેસ્ટ?

કનિકાના પિતાએ સ્પષ્ટિકરણ આપતા કહ્યું હતું કે, કનિકાને તાવ હતો અને સામાન્ય ખાંસી હતી.

કનિકાના પિતા અને કનિકાના નિવેદનો વિરોધાભાસી

કનિકાના પિતા અને કનિકાના નિવેદનો વિરોધાભાસી જણાઈ આવે છે. કનિકાના પિતા રાજીવ કપૂરના મતે કનિકા વિદેશથી આવ્યા બાદ તે કેટલીક પાર્ટીમાં શામેલ થઈ હતી. જ્યારે કનિકાનું કહેવું છે કે, તે કોઈ જ પાર્ટીમાં ગઈ જ નથી. કનિકાએ કહ્યું છે કે, તે 300 થી 400 લોકોને મળી હોવાની વાત પણ સદંતર ખોટી જ છે.

Share Now