સરકાર રાત્રે ખોલે દારૂની દૂકાન,લોકોનો તણાવ થશે દૂર : રિશિ કપૂર

348

કોરોના વાયરસે પૂરી દુનિયામાં કેર મચાવી છે. હાલત એટલા ખરાબ થઈ ચૂક્યા છે કે હજારો લોકોના મોત થયા છે અને આ સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. ભારતમાં પણ કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. 21 દિવસના લોકડાઉનને લીધે લોકો ઘરોમાં કેદ છે. આ લોકડાઉનમાં ડિપ્રેશનથી બચવા માટે અભિનેતા રિશિ કપૂરે અનોખો આઇડિયા આપ્યો છે.

રિશિ કપૂર અનુસાર, આ સમયે રાજ્ય સરકારે લીકરની દરેક દુકાનો ખોલી દેવી જોઈએ. તેમણે ટ્વીટ કરી, સરકારે સાંજના સમયે દરેક લીકર શોપ ખોલી દેવી જોઈએ. મને ખોટો નહીં સમજતા, પણ માણસ ઘરે બેસીરિશિ કપૂરે સરકારને અપીલ કરી છે કે તેઓ આ સમયે લીકરને લીગલાઈઝ્ડ કરી દે. તેમના અનુસાર, રાજ્ય સરકારને એમ પણ હમણા એક્સાઈઝથી મળી રહેલા પૈસાની જરૂર છે. સરકાર અભિનેતાની આ અપીલ માને છે કે નહીં એ તો સમય જ કહેશે. પણ અમુક લોકોઅ અભિનેતાની ટીકા કરી છે.

એક યૂઝરે લખ્યું, પરેશાન મને દારું પીવું વધારે ખતરનાક થઈ જશે. તો અમુક લોકોનું માનવું છે કે આવું કરવાથી પેનિક ફેલાઈ જશે અને દુકાનોની બહાર લોકોની ભીડ જમા થઈ જશે.ને ડિપ્રેશનમાં જીવવા પર મજબૂર છે. ડૉક્ટરો અને પોલીસકર્મીને પણ તાણથી મુક્તિ જોઈએ. એમ પણ બ્લેકમાં તો વેચાઈ જ રહી છે.રિશિ કપૂર મહામારી કોરોના વાયરસને લઈને સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહે છે. તેમણે તેમની ટ્વીટ દ્વારા ચીન પર પણ નિશાનો સાધ્યો હતો. તેમના અનુસાર, જે દેશને કારણે પૂરી દુનિયા પરેશાન થઈ છે, જેણે જવાબદારી સ્વીકારવી જોઈએ.

Share Now