ગુજરાતમાં નવા 25 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા, કુલ દર્દીનો આંક 493

44

– અમદાવાદમાં 266
– અમદાવાદમાં 75 વર્ષીય પુરૂષનું મોત નીપજ્યુ

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના કહેર સતત વધી રહ્યો છે.આજે વધુ નવા 25 કેસ નોંધાયા છે.આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા વધીને 493 પર પહોંચી ગયો છે. આજે નોંધાયેલા કુલ કેસમાં ફક્ત અમદાવાદના જ 23 કેસ છે.અમદાવાદમાં કોરોના પોઝિટીવ કેસની કુલ સંખ્યા 266 પર પહોંચી ગઇ છે.છેલ્લા 12 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે એકનું મોત થયુ છે.રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 23નાં મોત થયા છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતુ કે રાજ્યમાં ગઇકાલે સાંજે સાત વાગ્યાથી અત્યાર સુધીમાં 25 નવા કેસ નોંધાયા છે.તેમાં અમદાવાદમાં 23,આણંદના બે કેસ નોંધાયા છે.ગુજરાતમાં જે 493 કેસ નોંધાયા છે તેમાંથી 4 ક્રિટિકલ છે જ્યારે 422 સ્ટેબલ છે.જ્યારે કુલ 44ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યુ ંકે, રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર 900 ટેસ્ટ કરવામાં આવ્યા છે.ગુજરાતમાં કોરોનાથી મૃત્યનો દર 4.66 ટકાનો છે.અમદાવાદના નવા 23 કેસ જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાનો આતંક વધી રહ્યો છે,ત્યારે છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 25 નો વધારો થયો છે.4 લોકો વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં 1 દર્દી 75 વર્ષના પુરૂષનું મૃત્યુ થયુ છે. અમદાવાદમાં કોરોનાના 266 પોઝિટિવ કેસ નોંધાયા.જેમાં અમદાવાદના 23 અને આણંદ 2 કેસનો સમાવેશ થાય છે.જેમાં અમદાવાદના રાણીપમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે અને આણંદમાં નવા 2 કેસ નોંધાયા છે.મોટા ભાગના કેસ લોકલ ટ્રાન્સમિશનના છે.અત્યાર સુધીમાં 44 લોકો ડિટ્ચાર્જ થઈ ગયા છે.છેલ્લા 24 કલાકમાં 2663 ટેસ્ટ કરવામાં આવ્યા છે.ગુજરાતમાં કોરોનાના કારણે 23ના મોત નીપજ્યા છે.

આણંદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 7

આણંદ જિલ્લામાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે.ખંભાતના મોતીવાળાની ખડકીમાં રહેતી 53 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તે મહિલાના 27 વર્ષીય પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આંકલાવ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વડોદરાના નાગરવાડાથી આવેલી મહિલાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.વધુ બે કેસ સાથે આણંદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 7 પર પહોંચી છે.

ગાંધીનગરમાં 6 વર્ષના બાળકને કોરોના થયો

રાજ્યમાં વધતા કોરોનાના કેસ વચ્ચે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તાર રાંચરડામાં પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે.6 વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.કોરોના પોઝિટિવ કેસને લઈને સમગ્ર ગામને ક્વોરન્ટીન કરાયુ છે.અને પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે.

Share Now

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here