સુશાંતના સુસાઈડને લઇને શેખર કપૂરે કહ્યું: હું એ લોકોને જાણું છું જેણે તને રડાવ્યો છે

213

મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદ શેખર કપૂરે ખુલાસો કરતાં જણાવ્યું છે કે તે એ લોકોને બરાબર જાણે છે જેણે તેને રડાવ્યો છે.સુશાંતના નિધને સૌને અચંબામાં મૂકી દીધા છે.એ વિશે ટવીટર પર શેખર કપૂરે ટવીટ કર્યું હતું કે તું જે દર્દમાંથી પસાર થયો હતો એ હું જાણું છું.હું એ લોકોની સ્ટોરી પણ જાણું છું જેણે તને નીચે પાડવાનો પ્રયાસ કર્યો છે.તું મારા ખભા પર માથું રાખીને ખૂબ રડ્યો હતો.હું તારી સાથે છેલ્લા છ મહિના રહ્યો હોત તો સારું થાત. તેં મારો સંપર્ક કર્યો હોત તો તારી સાથે જે કંઇ પણ થયું છે એ તેમના કર્મ છે,તારાં નથી.

ગકાલે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉલીવુડ સમેત આખો દેશ ઊંડા આઘાતમાં છે,સુશાંતની આત્મહત્યાને લઈને ઘણી બધી વાતો પણ સોશિયલ મીડિયામાં જાણવા મળી રહી છે. સુશાંત છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તે ડિપ્રેશનનો ઈલાજ પણ કરાવી રહ્યો હોવાનું સામે આવ્યા હતું.

સુશાંતના અવસાન બાદ ઘણા બધા બોલીવુડના કલાકરોએ શ્રદ્ધાંજલિ આપી,અને ઘણા લોકો તેના મૃત્યુ વિષે પોતાના વિચારો જણાવી રહ્યા છે ત્યારે આ બધા વચ્ચે ફિલ્મ મેકર શેખર કપૂરની ટ્વીટ સામે આવી છે.

શેખર કપૂરે ટ્વીટર ઉપર ટ્વીટ કરતા લખ્યું છે કે: “મને ખબર છે કે તમે ક્યાં દર્દથી પસાર થઇ રહ્યા હતા, હું લોકોની કહાણી જાણું છું કે જેમના કારણે તમે આટલા ખરાબ રીતે તૂટીને મારા ખભે માથું મૂકીને હૃદય હતા.કદાચ,પાછળના 6 મહિનામાં હું તમારી આસપાસ હોતો, કદાચ તમે મારા સુધી પહોંચી શકતા, જે તમારી સાથે થયું તે એ લોકોનું કર્મ છે, તમારું નહીં.”

શેખર કપૂરની આ ટ્વીટ હાલમાં ઘણી જ ચર્ચામાં ચાલી રહી છે,આ ટ્વીટ દ્વારા સુશાંતના મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક રહસ્યો પણ છતાં થઇ શકે છે. શેખર કપૂર અને સુશાંત ફિલ્મ પાનીમાં સાથે કામ કરવાના હતા.શરૂઆતમાં તે ઋત્વિક રોશન સાથે કામ કરવાના હતા પરંતુ પછી તેમને સુશાંતનો વિચાર આવ્યો હતો.પરંતુ આ ફિલ્મ યશ રાજ બેનર દ્વારા ફિલ્મને પાછી ખેંચવામાં આવતા આ ફિલ્મ કોલ્ડ સ્ટોરેજમાં જ રહી ગઈ હતી.પરંતુ સુશાંત અને શેખર કપૂર બંને એકબીજાના સંપર્કમાં હતા.

Share Now