– IIBXથી સોનાના વેપારની પરંપરાગત પદ્ધતિ ખોરવાશે પણ ગ્રાહકને વધુ માર્જિનથી ફાયદો : પારદર્શિતા વધશે
અમદાવાદ : તાજેતરમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વડાપ્રધાને ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનું ઉદઘાટન કર્યુ છે ત્યારે બુલિયન એક્સચેન્જમાં પ્રથમ વર્ષે ૨૦૦ ટન સોનાના ટ્રાન્ઝેકશનનો ટાર્ગેટ રાખવામા આવ્યો છે.ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની રૃપરેખા તૈયાર કરીને કેન્દ્ર સરકારને આપવામા મહત્વની ભૂમિકા ભજવનાર ઈન્ડિયા ગોલ્ડ પોલીસી સેન્ટરના ચેરમેન અને આઈઆઈએમ અમદાવાદના પ્રોફેસર અરવિંદ સહાયે દેશના આ પ્રથમ બુલિયન એક્સચેન્જ સેન્ટર વિશે જણાવ્યું કે આઈઆઈબીએક્સમાં માત્ર સોનાની જ નહીં પરંતુ સોના-ચાંદી સહિતના કોમોડિટિઝની આયાત-નિકાસ સાથે વૈશ્વિક બજારમાં પ્રવેશના દ્વાર ખૂલશે.
નોમિનેટેડ બેંકો અને એન્જસીઓને કન્સાઈનમેન્ટ રૃટ દ્વારા સ્થાનિક બજારમાં સોનાને કેનલાઈઝ કરનાવી મંજૂરીના ૨૫ વર્ષ બાદ હવે ભારતના ક્વોલિફાઈડ જવેલર્સ આઈઆઈબીએક્સ દ્વારા સીધુ જ ગોલ્ડ આયાત કરી શકશે.આઈઆઈબીએક્સની શરૃઆત સાથે સોનાના વેપારની અત્યાર સુધીની પરંપરાગત પદ્ધતિ ખોરવાશે પરંતુ વધુ માર્જિન અંતિમ વપરાશકર્તાના હાથમાં જશે.ફોરેન સપ્લાયર માટે સોનુ રેગ્યુલેટેડ વોલ્ટ મેનેજર પાસે રહેશે અને જો ભારતમાં સોનુ વેચવામા નહી આવે તો તેની પાસે કોઈ પણ કિંમત ચુકવ્યા વગરની કાર્યવાહી થશે. હાલ હોંગકોંગમાં જો કિલોગ્રામ સોનાના બાર વૈશ્વિક બેન્ચમાર્ક પર ડિસ્કાઉન્ટમાં હોય તો ભારતીય કિંમતો પ્રીમિયમ પર હોય તો પણ તેનો લાભ ભારતના અંતિમ વપરાશકર્તાને નથી મળતો કે ન હોંગકોંગમાં સપ્લાયરને સારી કિંમતે વેચવાનો લાભ મળે છે.પરંતુ આઈઆઈબીએક્સ દ્વારા ભારતમાં હવે વિદેશના કોઈ પણ ગોલ્ડ સપ્લાયર વેચશે તો બંને બાજુ લાભ થશે.
આ બુલિયન એક્સચેન્જમાં પ્રથમ વર્ષે ઓછામા ઓછુ ૨૦૦ ટન સોનુ આયાત-નિકાસ થવુ જોઈએ તો સારી શરૃઆત કહી શકાય.આઈઆઈબીએક્સની શરૃઆતથી હવે બજારના કેટલાક ખેલાડીઓ દ્વારા કિંમતમાં કરાતી હેરાફેરી ગોલ્ડ માર્કેટમાં ભૂતકાળ બની જશે.આઈઆઈબીએક્સ મેમ્બર બનનાર જ્વેલર્સ કિંમતોથી માંડી હાજર સ્ટોક અને ઓર્ડરની તમામ વિગતો જાણી શકશે.જેથી હવે સોના-ચાંદીના વૈશ્વિક આયાત-નિકાસમાં વધુ પારદર્શિતા આવશે.જો કે એક્સચેન્જ સેન્ટરમાં ફીઝિકલ ગોલ્ડ અને સિલ્વરના સ્ટોરેજ માટેનું જરૃરી ઈન્ફ્રસ્ટ્રકચર ઉભુ કરવે પેડ તેમ છે.મહત્વનું છે કે આજે દુનિયામાં શાંઘાઈ ઈન્ટરનેશનલ ગોલ્ડ એક્સચેન્જ અને બુર્સા ઈસ્તાંબુલ સહિતના સૌથી બે મોટા બુલિયન એક્સચેન્જ સેન્ટર છે ત્યારબાદ હવે ભારતનું આ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ સેન્ટર છે.ઈન્ડિયા ગોલ્ડ પોલીસી સેન્ટર-આઈઆઈએમએના અધ્યક્ષ અરવિંદ સહાય છે અને સેન્ટર હેડ સુધિશ નામ્બિયાથ છે.