PM મોદીએ 83 મિનિટ સુધી સંબોધન કર્યુ, 2015માં પહેલા પીએમ નહેરુનો રેકોર્ડ તોડયો હતો

80

નવી દિલ્હી,તા.15.ઓગસ્ટ,2022 સોમવાર : પીએમ મોદીએ આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નવમી વખત દેશને લાલ કિલ્લા પરથી સંબોધન કર્યુ હતુ.પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો .તેમણે સતત 83 મિનિટ સુધી ભાષણ કર્યુ હતુ.પીએમ મોદીનુ લાંબુ ભાષણ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યુ છે.જોકે એવુ નથી કે, આ પીએમ મોદીનુ લાંબામાં લાંબુ ભાષણ છે.આ પહેલા 2-21માં 15 ઓગસ્ટનુ તેમનુ ભાષણ 88 મિનિટનુ હતુ.2014માં જ્યારે તેઓ પહેલી વખત પીએમ બન્યા અને લાલ કિલ્લા પરથી ભાષણ કર્યુ ત્યારે તેનો સમયગાળો 64 મિનિટનો હતો.

પીએમ મોદીએ 2015માં 86 મિનિટનુ ભાષણ આપીને દેશના પહેલા પીએમ જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડયો હતો.નહેરુએ 1947માં 72 મિનિટનુ ભાષણ આપ્યુ હતુ.પીએમ મોદી અત્યાર સુધીમાં દેશને નવ વખત લાલ કિલ્લા પરથી સંબોધિત કરી ચુકયા છે.જેમાં માત્ર એક જ વખત 2017માં એક કલાકથી ઓછા સમયનુ ભાષણ આપ્યુ હતુ.જાણો પીએમ મોદીના અત્યાર સુધીના ભાષણોનો સમયગાળો

– 2014 65 મિનિટ

– 2015 86 મિનિટ

– 2016 96 મિનિટ

– 2017 56 મિનિટ

– 2018 82 મિનિટ

– 2019 93 મિનિટ

– 2020 86 મિનિટ

– 2022 83 મિનિટ

Share Now