નાણાકીય વર્ષ 2021-22માં ભારતની વેપાર ખાધમાં 88 ટકાનો વધારો થયો

98

નવી દિલ્હી, તા. 05 એપ્રિલ 2022, મંગળવાર : દેશની વેપાર ખાધ એટલે કે વેપારમાં ઘટાડો નાણાકીય વર્ષ 2021-22માં 87.5 ટકા વધીને 192.41 અબજ ડોલર થઈ ગયો છે.અગાઉના નાણાકીય વર્ષમાં તે 102.63 અબજ ડોલર હતો. સોમવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી મળી છે.

– નિકાસ 417.81 અબજ ડોલર રહી હતી

ગયા નાણાકીય વર્ષમાં નિકાસ રેકોર્ડ 417.81 અબજ ડોલર રહી હતી જ્યારે આયાત પણ વધીને 610.41 અબજ ડોલર થઈ હતી. જેના કારણે વેપાર ખાધ 192.41 અબજ ડોલર રહી હતી.

– નાણાકીય વર્ષ 2021-22માં આયાત 610.22 અબજ ડોલર રહી હતી

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતની વસ્તુઓની માલસામાનની આયાત 31 માર્ચ 2022ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 54.71 ટકા વધીને 610.22 અબજ ડોલર થઈ ગઈ છે.અગાઉ તે નાણાકીય વર્ષ 2020-21માં 394.44 અબજ ડોલર હતું. તે જ સમયે 2019-20માં 474.71 અબજ ડોલર કરતાં 28.55 ટકાથી વધુ છે.

– પહેલી વખત એક મહિનામાં દેશની નિકાસનો આંકડો 40 અબજ ડોલર પાર

આ વર્ષે માર્ચમાં વેપાર ખાધ 18.69 અબજ ડોલર રહી હતી. સમગ્ર નાણાકીય વર્ષ 2021-22માં તે 192.41 અબજ ડોલર હતું. પહેલી વાર એક મહિનામાં દેશની નિકાસનો આંકડો 40 અબજ ડોલર એટલે કે 40.38 અબજ ડોલરથી ઉપર રહ્યો છે.જે એક મહિના પહેલા ફેબ્રુઆરીના 35.26 અબજ ડોલરની સરખામણીમાં 14.53 ટકા વધુ છે.આ માર્ચ 2020માં 21.49 અબજ ડોલરની સરખામણીમાં 87.89 ટકાનો વધારો છે.

Share Now