નવસારી ખાતે મુખ્યમંત્રી ના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં ગરમીથી અકળાઈ ઉઠેલા લોકોએ ચાલુ સભાએ ચાલતી પકડી

92

નવસારી : હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે હવામાન વિભાગે પણ હિટ વેવ ની આગાહી કરી છે તેવામાં નવસારી ખાતે વિકાસના લોકઉપયોગી કાર્ય ના ખાતર્મુહત માટે આવેલ મુખ્યમંત્રીને લોકોની ગરમીનો અહેસાસ થયો હતો.નવસારી જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાઘરેચ ખાતે ટાઈડલ ડેમના ખાતમૂહુર્ત પ્રસંગમાં હાજર રહ્યા હતા.જેમાં કાર્યક્રમમાં નિર્ધારિત સમય કરતાં સીએમ આશરે દોઢ કલાકથી વધુ સમય મોડા પહોંચ્યા હતા જ્યાં સભા સ્થળમાં ગરમીથી અકળાયેલા લોકોએ ગરમી સહન ન થતા ચાલુ સભાઈ ચાલતી પકડી હતી.કાર્યક્રમ મુજબ બપોરે 12:15 વાગ્યે મુખ્યમંત્રી એ સભાસ્થળ પર પહોંચવાનું હતું.પરંતુ તેનાથી આશરે દોઢ કલાકથી વધુ સમય વીતી ગયા બાદ પણ મુખ્યમંત્રી ન આવતા સ્થાનિક નેતાઓ સહિત બંદોબસ્ત માં ખડેપગે રહેલા અધિકારીઓ અકળાયા હતા,જોકે નેતાઓ અને અધિકારીઓ મનબૂરી વશ પોતાની વ્યથા કે નારાજગી જાહેર કરી શકે એમ ન હતા પરંતુ સભામાં આવેલ લોકો ગરમીને કારણે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા,જેના કારણે એક બાદ એક લોકોએ સભામાંથી બહાર જવાનું ચાલુ કર્યું હતું અને પરિણામે ખુરશીઓ ખાલી થવાની શરૂઆત થઇ હતી.નવસારી જિલ્લાનું આજનું તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું ત્યારે કાર્યકમમાં બનાવેલા મસમોટા ડોમમાં વેન્ટીલેશનની મુશ્કેલી ઉભી થઈ હતી.પરિમાણે લોકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સાંભળવાનું છોડી ચાલતી પકડી હતી.લોકોને સભામંડપ માંથી બહાર જતા રોકવા ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસે ખૂબ પ્રયાસો કર્યા હતા પણ તાપ ને કારણે તબિયત બગડે એના કરતાં બહાર નીકળવાનું જ યોગ્ય લાગતા લોકોએ ચાલુ કાર્યક્રમમાંથી ચાલતી પકડી હતી.

Share Now