ભારતનો બેડમિંટનના થોમસ કપમાં ઐતિહાસિક વિજય

140

બેંગકોક : ભારતીય મેન્સ બેડમિંટન ટીમે ફાઈનલમાં ૧૪ વખતનાં વિજેતા ઈન્ડોનેશિયાને ૩-૦થી હરાવતા સૌપ્રથમ વખત થોમસ કપ જીતી લઈને ઈતિહાસ રચી દીધો હતો.ભારત તરફથી લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંતે સિંગલ્સમાં અને ચિરાગ-સાત્વિકે ડબલ્સમાં ધમાકેદાર જીત હાંસલ કરતાં ભારતે પાંચ મેચની ફાઈનલમાં શરૂઆતની ત્રણ જીત સાથે જ ૩-૦થી ટાઈટલ પોતાના નામે કરી લીધું હતુ.થોમસ કપના ૭૩ વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી ભારત ક્યારેય સેમિ ફાઈનલમાં પણ પ્રવેશી શક્યું હતું.જોકે આ વર્ષે મેન્સ બેડમિંટનની ટીમ ઈન્ડિયાએ ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયા, સેમિ ફાઇનલમાં ડેનમાર્ક અને ફાઈનલમાં ઈન્ડોનેશિયા જેવી ધુરંધર ટીમોને હરાવીને નવો ઈતિહાસ આલેખ્યો હતો.

મેન્સ ટીમ ટેનિસ ઈવેન્ટમાં ડેવિસ કપને સમકક્ષ ગણાતો મેન્સ ટીમ બેડમિંટન ઈવેન્ટના થોમસ કપમાં ભારતને ઐતિહાસિક સફળતા અપાવનારી ટીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજનેતાઓ, રમતજગતના સ્ટાર્સ અને બોલીવૂડ સેલિબ્રિટીઝે અભિનંદન પાઠવ્યા હતા.ખેલ મંત્રાલયે વિજેતા ટીમને એક કરોડ રૂપિયાનું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી દીધી છે. સોશિયલ મીડિયામાં ભારતીય બેડમિંટન ટીમની આ સિદ્ધિને ૧૯૮૩માં કપિલ દેવની ટીમે મેળવેલા ક્રિકેટના વર્લ્ડ કપ વિજયની બરોબરીની ગણાવી હતી.

થાઈલેન્ડના બેંગકોકમાં રમાયેલી ફાઈનલમાં ભારતને યુવા બેડમિંટન સ્ટાર લક્ષ્ય સેને વિજયી શુભારંભ અપાવ્યો હતો. વર્લ્ડ રેન્કિંગમાં નવમું સ્થાન ધરાવતા લક્ષ્ય સેને ચોથા ક્રમાંકિત ઈન્ડોનેશિયાના એન્થોની સિનિસુકા જિન્ટિંગ સામે ૮-૨૧, ૨૧-૧૭, ૨૧-૧૬થી વિજય મેળવ્યો હતો.ત્યાર બાદ રમાયેલી ડબલ્સ મેચમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડીની જોડીએ ૧૮-૨૧, ૨૩-૨૧, ૨૧-૧૯ થી મોહમ્મદ અહસાન અને કેવિન સંજયા સુકામુલ્જોને હરાવીને ભારતની સરસાઈને બેવડાવી હતી.ત્રીજી મેચ સિંગલ્સની હતી.જેમાં કિદામ્બી શ્રીકાંતે ૨૧-૧૫, ૨૩-૨૧થી જોનાટન ક્રિસ્ટીને મહાત કરતાં ભારતને ૩-૦થી ચેમ્પિયન બનાવ્યું હતુ.

પાંચ મેચની ફાઈનલમાં ભારતે ૩-૦થી અજેય સરસાઈ મેળવી લીધી હતી.બીજી ડબલ્સ મેચમાં ભારતના એમ.આર. અર્જુન અને ધ્રુવ કપિલાને થાઈલેન્ડના ફાજાર અલ્ફિન અને મુહમ્મદ રિયાન એર્ડિન્ટો સામે રમવાનું હતુ.જ્યારે આખરી મેચમાં એચ.એસ. પ્રનોયની ટક્કર ઈન્ડોનેશિયાના શેસાર હિરેન હુસ્તાવિતો સામે થવાની હતી. જોકે તેની જરુર જ પડી નહતી. ભારતે તેની સૌપ્રથમ થોમસ કપની ફાઈનલને યાદગાર બનાવતા ટાઈટલ જીત્યું હતુ.જ્યારે ઈન્ડોનેશિયા તેની ૨૧મી ફાઈનલ રમતાં સાતમી વખત રનર્સઅપ બન્યું હતુ. અગાઉ ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયા સામે અને સેમિ ફાઈનલમાં ડેનમાર્ક સામે ભારતને પાંચમી અને આખરી મેચમાં એચ.એસ. પ્રનોયે યાદગાર દેખાવ સાથે જીત અપાવી હતી.

થોમસ કપ મેન્સ બેેડમિંટન ટીમ ચેમ્પિયનશિપ જીતનારા વિશ્વના માત્ર છઠ્ઠા દેશ તરીકે ભારતે ગૌરવ મેળવી લીધું છે. ઈ.સ. ૧૯૪૯થી રમાતા થોમસ કપમાં અત્યાર સુધી માત્ર છ જ દેશો ચેમ્પિયન બની શક્યા છે.સૌથી વધુ ૧૪ વખત ઈન્ડોનેશિયાએ આ ટાઈટલ જીત્યું હતુ.જ્યારે ચીન ૧૦ વખત ચેમ્પિયન બન્યું હતુ.મલેશિયાએ પાંચ વખત અને ડેનમાર્ક તેમજ જાપાનની સાથે ભારતે પણ એક વખત થોમસ કપના વિજેતાઓમાં સ્થાન મેળવી લીધું છે.સાઉથ કોરિયા, અમેરિકા અને થાઈલેન્ડ ફાઈનલમાં પ્રવેશ્યા છે, પણ હજુ સુધી ટાઈટલ જીતી શક્યા નથી. નોંધપાત્ર છે કે, અત્યાર સુધીમાં ૨૯ દેશોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

– ભારતનો જર્મની સામે ૫-૦થી વિજય ગૂ્રપ સ્ટેજ

– ભારતનો કેનેડા સામે ૫-૦થી વિજય ગૂ્રપ સ્ટેજ

– તાઈપેઈ સામે ૨-૩થી ભારતનો પરાજય ગૂ્રપ સ્ટેજ

– ભારતનો મલેશિયા સામે ૩-૨થી વિજય ક્વાર્ટર ફાઈનલ

– ભારતનો ડેનમાર્ક સામે ૩-૨થી વિજય સેમિ ફાઈનલ

– ભારતનો ઈન્ડોનેશિયા સામે

Share Now