સિમેન્ટના ભાવમાં વધુ એક વધારો, પ્રતિ બેગ 55 રૂપિયાના વધારાની તૈયારી

64

નવી દિલ્હી : તા.28 મે 2022,શનિવાર : ભારતમાં ચોતરફ મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે.દેશની અગ્રણી સિમેન્ટ ઉત્પાદક કંપની ઈન્ડિયા સિમેન્ટે ભાવવધારાની જાહેરાત કરી છે.શ્રીનિવાસન અને ટોચના બિઝનેસ ટાઈકૂન રાધાક્રિશ્ન દામાણીના નેજા હેઠળની ઈન્ડિયા સિમેન્ટ શંકર સુપર પાવર,કોરોમંડલ કિંગ અને રાશી સુપર બ્રાન્ડ હેઠળ સિમેન્ટનું વેચાણ કરે છે.ચોંકાવનારી વાત એ છે કે અન્ય સિમેન્ટ કંપનીઓ ભાવ ઘટાડવાનું વિચારી રહી છે અને ઈન્ડિયા સિમેન્ટે ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે જ્યારે અન્ય સિમેન્ટ કંપનીઓ ભાવ ઘટાડવાનું વિચારી રહી છે.ઉંચી પડતર સામે ટકી રહેવ આ ભાવવધારો કરવામાં આવશે.

ઈન્ડિયા સિમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર એન શ્રીનિવાસને શુક્રવારે જણાવ્યું કે કંપની સિમેન્ટની કિંમતમાં 55 રૂપિયા પ્રતિ બેગ વધારો કરવાની યોજના ધરાવે છે.આ વધારો તબક્કાવાર કરવામાં આવશે.તેમણે કહ્યું કે કંપની 1 જૂને પ્રતિ બેગ સિમેન્ટની કિંમતમાં 20 રૂપિયા,15 જૂને 15 રૂપિયા અને 1 જુલાઈએ 20 રૂપિયાનો વધારો કરવા જઈ રહી છે.આ રીતે 1 જુલાઈ સુધી કુલ 55 રૂપિયાનો વધારો કરવામાં આવશે.શ્રીનિવાસને જણાવ્યું હતું કે સિમેન્ટની કિંમતમાં વધારો થવાથી કંપનીની ઉંચા પડતરની સમસ્યા દૂર થશે.આ સિવાય દેવું ઘટાડવા માટે કંપની તેની 26,000 ચોરસ ફૂટ જમીનનો એક હિસ્સો વેચીને એસેટ મોનેટાઈઝેશનથી ઉભી થનાર રકમ વડે લોનની ચુકવણી અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને સુધારવા માટે કરવામાં આવશે તેમ શ્રીનિવાસને ઉમેર્યું હતું.

Share Now