ઇમરાને વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં ભેટમાં મળેલી ત્રણ ઘડિયાળો વેચી રૃ.૩.૬ કરોડ કમાયા

22

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન નવા નવા આરોપોમાં ઘેરાતા જાય છે.તે બીજા દેશોના પ્રમુખો પાસેથી મળેલી ભેટોને વેચવાના આરોપોનો સામનો કરી રહ્યાં છે.આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે.આજે પ્રકાશિત થયેલા એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ગિફ્ટમાં મળેલી ત્રણ ઘડિયાળ એક સ્થાનિક ડીલરને વેચીને લાખો રૃપિયા કમાવ્યા હતાં.

રિપોર્ટમાં સત્તાવાર તપાસના સંદર્ભથી જણાવવામાં આવ્યું છે કે પદ પર રહીને ઇમરાન ખાને ભેટમાં મળેલી ત્રણ ઘડિયાળ સ્થાનિક ડીલરને વેચીને ગેરકાયદેસર રીતે ૩.૬ કરોડ રૃપિયા કમાવ્યા હતાં.આ ઘડિયાળ અગાઉ મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલમાં દર્શાવવામાં આવેલા ભેટોમાં સામેલ ન હતી.એક સત્તાવાર તપાસ મુજબ સૌથી મોૅઘી ઘડિયાળ(૧૦.૧ કરોડ રૃપિયાથી વધુની કીંમત)તત્કાલીન વડાપ્રધાન દ્વારા પોતાના મૂલ્યના ૨૦ ટકા પર રાખી લેવામાં આવી હતી.સત્તાવાર રીતે આ ઘડિયાળની કીંમત ૧૦.૧ કરોડ રૃપિયા આંકવામાં આવી હતી.

પૂર્વ વડાપ્રધાને જાહેરાત કરી હતી કે તેમણે આ ઘડિયાળ ૫.૧ કરોડ રૃપિયામાં વેચી હતી અને સરકારી ખજાનામાં બે કરોડ રૃપિયા જમા કરાવ્યા હતાં.આ રીતે ૩.૧ કરોડ રૃપિયા કમાવવામાં આવ્યા હતાં.આ જ રીતે તેમણે અન્ય બે ઘડિયાળ પણ વાસ્તવિક કીંમતથી અડધા ભાવે વેચી નાખી હતી.પાકિસ્તાનના કાયદા અનુસાર કોઇ વિદેશી રાજ્યના ગણમાન્ય વ્યકિતથી પ્રાપ્ત થયેલી કોઇ પણ ગિફ્ટ સરકારી ડિપોઝીટરી અથવા તોશખાનામાં જમા કરાવવાની હોય છે.

Share Now