રાજધાની, શતાબ્દીમાં ખાવાનું પ્રિ ઓર્ડર કરો, નહિતર ચૂકવો તોતિંગ ચાર્જ

132

નવી દિલ્હી : તા.02 જુલાઈ 2022,શનિવાર : સોશિયલ મીડિયામાં એક બિલનો ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં રેલવે દ્વારા 20 રૂપિયાના એક ચાના કપ માટે 50 રૂપિયાનો સર્વિસ ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાનું દેખાય છે.બિલ પરથી જોઈ શકાય છે કે,બાલગોવિંદ વર્મા 28 જૂન 2022ના રોજ ભોપાલ શતાબ્દીમાં મુસાફરી કરી રહ્યા હતા.મુસાફરી દરમિયાન તેમણે ચા મગાવી હતી જેની વાસ્તવિક કિંમત 20 રૂપિયા હતી પરંતુ તેમણે વધારાના 50 રૂપિયા સર્વિસ ચાર્જ તરીકે ચુકવવા પડ્યા હતા. તેમણે બિલનો ફોટો શેર કરીને લખ્યું હતું કે,20 રૂપિયાની ચા પર 50 રૂપિયાનો ટેક્સ, સાચે જ દેશનું અર્થતંત્ર બદલાઈ ગયું,અત્યાર સુધી તો ઈતિહાસ જ બદલાયો હતો! સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ બિલ પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.ત્યારે આઈઆરસીટીસી દ્વારા આ સમગ્ર મામલે સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે.

Share Now