– ફાળવાયેલી જમીન અને કબજો સોંપાયો તેજમીન વચ્ચે તફાવત : ફોરેસ્ટ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી પાસે રિપોર્ટ મંગાયો
સુરતમાં આવેલ હજીરાની આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ કંપની ( AMNS) કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાતા કંપની વિવાદમાં આવી છે. AMNS કંપનીએ ગેરકાયદેસર જમીનનો કબ્જો લઇ બાંધકામ કરી હોવાની ફરિયાદ મળતા દીલ્હીથી આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.માટે ફાળવાયેલી જમીન અને કબજો સોંપાયો તે જમીન વચ્ચે તફાવત અંગે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારમાં ફરિયાદ
સુરતમાં આવેલ હજીરાની AMNSકંપની સ્ટીલ ઉત્પાદનમાં દુનિયાની સૌથી મોટી કંપની છે.ત્યારે તેના પાવર પ્લાન્ટ માટે વન સંરક્ષણ ધારા હેઠળ મંજુર થયેલ જમીનના બદલે અન્ય જમીનનો ગેરકાયદેસર કબજો મેળવી લીધો હોવાની ફરિયાદ મળતા ચકચાર મચી જવા પામી છે.કંપની દ્વારા ગેરકાયદેસરની જમીન મેળવી ખોટી રીતે બાંધકામ કર્યુ હોવાની ફરિયાદ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં કરવામાં આવી હતી.જે બાદ ગુજરાત ફોરેસ્ટ વિભાગે આ બાબતે તપાસના આદેશ આપ્યા છે.
જાણો ફરિયાદમાં શુ કહ્યું
હજીરાની AMNSકંપની વિરુદ્ધ કેન્દ્ર સરકારમાં કરાયેલ ફરિયાદ મુજબ હજીરાના વન વિભાગના તાબા હેઠળની જમીનમાં AMNSકંપનીએ 38 .71 હેકટર વન જમીન 300 મેગાવોટ પાવર પ્લાન્ટ માટે તથા 27.02 હેકટર વન જમીન રો મટીરીયલ્સ હેન્ડલિંગના કામ માટે વનસંરક્ષણમા કાયદા મુજબ માંગણી કરી હતી.જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે જમીન કંપનીને ફાળવવામાં આવી છે અને જે જમીન પર કબજો લેવાયો છે તે જમીન વચ્ચે બહુ મોટો તફાવત છે.જેથી કાયદા મુજબ મંજુર કરવામાં આવેલ જમીનને બદલે બીજી જમીન પર કબ્જો મેળવ્યો હોવાનો કંપનીએ વન સંરક્ષણના કાયદાનો ભંગ કર્યો છે.જેથી આ બાબતે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે કહેવામા આવ્યુ છે.
ગુજરાત ફોરેસ્ટના અધિકારીઓને તપાસનો આદેશ
હજીરાની AMNSકંપની દ્વારા ખોટી રીતે જમીન પર કબ્જો મેળવવાની ફરિયાદ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોને મળતા ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ,ફોરેસ્ટ અને કલાઇમેન્ટ ચેન્જના આસિ. ઇન્સ્પેકટર જનરલ ઓફ ફોરેસ્ટ દ્વારા આ બાબતે તપાસ કરવા માટે ગુજરાતના ફોરેસ્ટ વિભાગના પ્રિન્સીપાલ સેકેટરીને આદેશ આપ્યા છે.તો બીજી કરફ આ AMNSકંપનીના પ્રવક્તાએ આ ફરિયાદ પર નિવેદન આપતા તેને પાયાવિહોણી ફરિયાદ ગણાવી હતી.અને બધું નીતિ નિયમો મુજબ જ થયું હોવાનું જણાવ્યુ હતું.
હજીરાની આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ કંપની ( તત્કાલીન એસ્સાર કંપની ) દ્વારા વન સંરક્ષણ ધારા હેઠળ મંજુર થયેલ વન જમીનના બદલે અન્ય જમીનનો ખોટો કબ્જો લઇ ગેરકાયદેસર બાંધકામ કર્યાના આક્ષેપ કરતી ફરિયાદ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં કરવામાં ગુજરાત ફોરેસ્ટના અધિકારીઓને તપાસનો આદેશ અપાયો છે.હજીરાપટ્ટીની કંપનીને લઇને કેન્દ્ર સરકારમાં થયેલી ફરિયાદ મુજબ હજીરામાં વન વિભાગના તાબા હેઠળની જમીનમાં એએનએમએસ દ્વારા ૩૮.૭૧ હેકટર વન જમીન ૩૦૦ મેગાવોટ પાવર પ્લાન્ટ માટે તથા ૨૭.૦૨ હેકટર વન જમીન રો મટીરીયલ્સ હેન્ડલિંગના કામ માટે વન સંરક્ષણની જોગવાઇ મુજબ માંગણી કરવામાં આવતા હુકમો કર્યા હતા.દરમિયાન આક્ષેપ થયા છે કે, જે જમીન ફાળવાઇ અને કબજો સોંપાયો તે જમીન વચ્ચે મોટો તફાવત છે.મંજુર કરવામાં આવેલ વિસ્તારને બદલે અન્ય વિસ્તાર ફાળવી શકાય નહીં.વન સંરક્ષણ ધારાનો ભંગ થતો હોવાથી કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.જેથી ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ અને કલાઇમેન્ટ ચેન્જના આસિ.ઇન્સ્પેકટર જનરલ ઓફ ફોરેસ્ટ દ્વારા ગુજરાતના ફોરેસ્ટ વિભાગના પ્રિન્સીપાલ સેકેટરીને આ બાબતે તપાસ કરવા આદેશ આપ્યો હતો.
દરમિયાન એએમએનએસના પ્રવક્તાએ ફરિયાદને પાયા વિહોણી ગણાવી છે.ગાંધીનગર ફોરેસ્ટ વિભાગે ગત બીજી જાન્યુઆરીના રોજ કંપની તરફે ચુકાદો આપ્યો હતો.બધું નીતિ નિયમો મુજબ જ થયું છે.