રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૫.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૭૮૨.૩૬ સામે ૪૮૩૫૬.૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૦૨૮.૦૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૩૫.૧૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૩.૮૪ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૭૧૮.૫૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૯૦.૮૦ સામે ૧૪૫૪૧.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૪૬૧.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૮૨.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯.૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૭૦૦.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, પંજાબ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, દિલ્હી સહિતના રાજયોમાં ભયંકર કોરોના વિસ્ફોટના પરિણામે દેશની હેલ્થ સિસ્ટમ પડી ભાંગવા લાગતાં અને આ આવી પડેલી અસાધારણ કટોકટીને પરિણામે દેશનું અર્થતંત્ર પણ આગામી દિવસોમાં પડી ભાંગવાની પૂરી શકયતા વચ્ચે આજે શરૂઆતી તબક્કામાં ભારતીય શેરબજારમાં ભારે નફારૂપી વેચવાલી બાદ ફરી જાણે કે બજારના સેન્ટીમેન્ટને ખાસ આ પરિબળોની અસર નહીં થાય એવો માહોલ ઊભો કરવા ફંડો, મહારથીઓએ આજે છેલ્લા કલાકમાં છેતરામણી ચાલે ફરી શોર્ટ કવરિંગ બતાવીને બજારને પોઝિટીવ ઝોનમાં લાવી દીધું હતું.
દેશમાં દિવસેને દિવસે વધી રહેલી કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા અને આર્થિક મોરચે આગામી દિવસોમાં મોટા પડકારો સર્જાવાની અને આર્થિક વિકાસમાં મોટી પીછેહઠ જોવાશે તેવી પૂરી શકયતાએ ફરી નેગેટિવ સંકેતો વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે ભારે બે તરફી અફડાતફડીને અંતે ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, ફાઈનાન્સ, બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ઓઈલ એન્ડ ગેસ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૧૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૧૪ અને વધનારની સંખ્યા ૧૮૨૭ રહી હતી, ૧૭૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૭૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેર છતાં ભારતીય અર્થતંત્ર પર તેની કોઇ અસર જોવા મળી નથી. દેશમાં ઐતિહાસિક આવી પડેલી કોરોના કટોકટીના પરિણામે એક તરફ દેશની હેલ્થ સિસ્ટમ પડી ભાંગી છે અને બીજી તરફ સતત ૭માં મહિને પણ GST કલેક્સન એક લાખ કરોડથી વધુ રહ્યું અને કોરોના રોગચાળા બાદ સતત પાંચમી વખત ૧.૧ લાખ કરોડ રૂપિયાનાં આંકડાને વટાવી ગયું છે, જે અર્થતંત્રમાં સુધારો થઇ રહ્યો હોવાનું દર્શાવે છે. એપ્રિલ માસમાં GST કલેક્સન રેકોર્ડ રૂ.૧.૪૧ લાખ કરોડ સ્તરે પહોચી ગયું છે, તેના પહેલા માર્ચ માસમાં સૌથી વધુ GST કલેક્સન રૂ.૧.૨૩ લાખ કરોડ રહ્યું હતું.
દેશમાં જ્યારથી GST અમલી બન્યો ત્યારથી અત્યાર સુધી એપ્રિલ ૨૦૨૧માં GST કલેક્સન સૌથી વધુ છે, છેલ્લા ૬ મહિનાથી GST કલેક્સનમાં વૃધ્ધીનાં ટ્રેન્ડનાં અનુરૂપ એપ્રિલ માસમાં GST કલેક્સન માર્ચની તુલનામાં ૧૪% વધુ છે. કોરોના કટોકટીના પરિણામે ભારતનું અર્થતંત્ર અણધાર્યા મોટા સંકટમાં આવી જવાની આવી પડેલી પરિસ્થિતિને જોતાં આગામી દિવસોમાં ભારતીય શેરબજારોમાં અત્યારે યેનકેન પ્રકારે ઈન્ડેક્સ બેઝડ બજારને ટકાવી રાખવાના થઈ રહેલા પ્રયાસો અને સ્મોલ, મિડ કેપ શેરોમાં વિપરીત ચાલે થઈ રહેલો તેજીનો અતિરેકમાં ગમે તે ઘડીએ વિસ્ફોટક બની જવાની શકયતા નકારી શકાય નહી, તેથી સાવચેતી જરૂરી બની રહેશે.