પલસાણાના તાતીથૈયા ખાતે દાદુ મીલમાં પગાર બાબતે કામદારોનો હોબાળો

109

– વિકલાંગ તેમજ અકસ્માત થયેલ કામદાર અને ગર્ભવતી મહિલાઓને પણ ધગધગતા તાપમાં ધક્કે ચડાવ્યા

પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તાતીથૈયા ખાતે આવેલ એક મિલના સંચાલકોએ કામદારોને પગાર આપવામાં આનાકાની કરતાં કામદારોએ હોબાળો મચાવ્યો હતો.હાલ જે પ્રમાણે કોરોના મહામારી વચ્ચે સુરત જિલ્લામાંથી પરપ્રાંતિયોએ આગોતરા વતનની વાટ પકડી છે તેમાંથી અમુક પરપ્રાંતિયો પગારની રાહે બેસેલા છે ત્યારે આવી પરિસ્થિતમાં પલસાણા તાલુકાના તાતીથૈયા ખાતે આવેલ દાદુ મિલમાં કામ કરતા કામદારો છેલ્લા કેટલાય દિવસોથી પગાર માટે મિલમાં ધક્કા ખાઈ રહ્યા અને મિલ સંચાલકો દ્વારા ઉડાવ જવાબો આપતા આખરે ધીરજ ખૂટી જતા કામદારોએ મિલના ગેટ બહાર હલ્લા બોલ કર્યો હતો.તો બીજી તરફ દિવ્યાંગ તેમજ મિલમાં જ અકસ્માતમાં આંગળાઓ ગુમાવી દેનાર અને મિલમાં જ કામ કરતી ગર્ભવતી મહિલાને પણ ધગધગતા તાપમાં ધક્કા ખવડાવી પગાર નહિ ચૂકવતા મિલ સંચાલકોએ માનવતા નેવે મૂકી છે.હાલ કોરોના મહામારીમાં કામદારોને મદદ કરવાની વાત તો દૂર પરંતુ સંચાલકોએ કામદારોના નીકળતા પૈસા ન ચૂકવી વિકલાંગ અને ગર્ભવતી મહિલાનો પગાર રોકી માનવતા નેવે મૂકી હતી.

Share Now