ભારતીય શેરબજારમાં અફડા તફડી સાથે તેજી તરફી માહોલ યથાવત્…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૫.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૨૦૬.૪૭ સામે ૪૯૪૯૬.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૪૧૨.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૫.૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૫.૯૪ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૫૦૨.૪૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૮૬૯.૫૫ સામે ૧૪૯૬૮.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૯૩૯.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૪.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૨.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૯૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. દેશમાં કોરોનાની બીજી લહેર સતત ઘાતક નીવડી રહી હોઈ મોતના મોટા આંકડા આવી રહ્યા હોઈ એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુદ્વના ધોરણે આ સંક્રમણને કાબૂમાં લેવા થઈ રહેલા પ્રયાસો અને કોર્પોરેટ જગત પણ આગળ આવીને આ કામગીરીમાં જોડાઈ જતાં આગામી દિવસોમાં કોરોના અંકુશમાં આવવાની અપેક્ષા અને વેક્સિનેશનમાં ઝડપી વધારાની અપેક્ષા વચ્ચે આજે ફંડો, મહારથીઓએ શેરોમાં તેજી તરફી ચાલ આગળ વધારી હતી.

આ સંકટના કાળમાં દેશના હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રને વેક્સિન તેમજ દવાઓ અને સાધનોની નવી ક્ષમતા મોટાપાયે ઊભી કરવા નાણાકીય પ્રવાહિતાની મોટી આવશ્યકતાને ધ્યાનમાં લઈ ગત સપ્તાહના અંતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રવાહિતા ઉપલબ્ધ કરાતાં પોઝિટીવ અસરે ફાર્મા શેરોમાં તેજી સાથે મેટલ, કેપિટલ ગુડ્સ, પાવર અને યુટિલિટીઝ શેરોમાં ખરીદી અને બેઝિક મટિરિયલ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ઓટો અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં આકર્ષણે ભારતીય શેરબજાર સતત ત્રીજા દિવસે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૩૮ અને વધનારની સંખ્યા ૨૦૬૮ રહી હતી, ૨૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશ પર આવી પડેલી કોરોનાની બીજી લહેરરૂપી ઐતિહાસિક આફતના પરિણામે પરિસ્થિતિ અંકુશ બહાજ જવા લાગતાં વિશ્વભરની મદદ લેવાની ફરજ પડવા લાગી છે. ભારતની મજબૂત મનાતી હેલ્થ સિસ્ટમ આ મહામારી સામે લડવા અપર્યાપ્ત પૂરવાર થઈ અત્યારે સર્જાયેલી મહા કટોકટીની સ્થિતિમાંથી ક્યારે બહાર આવી શકાશે એ કહેવું મુશ્કેલ બન્યું છે, ત્યારે ભારતની મદદે આવવા અનેક દેશોએ તૈયારી બતાવી છે, છતાં આ અસાધારણ કટોકટી વેક્સિનની અપર્યાપ્ત ઉપલબ્ધિના કારણે ટૂંકાગાળામાં દૂર થવાની શકયતા નહિવત રહેતા જેના કારણે દેશના વિવિધ ભાગોમાં લોકડાઉન જેવા અંકુશો લાગુ કરવાની પડી રહેલી ફરજના પરિણામે દેશનું અર્થતંત્ર વધુ ડામાડોળ થવાની શક્યતા સાથે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં સાવચેતી જરૂરી બની રહેશે.

Share Now