બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામની સીમમાંથી પોલીસે કતલ કરવાના ઇરાદે લવાયેલ 10 ગૌવંશ સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા.જ્યારે એક વ્યક્તિને વોંટેડ જાહેર કર્યો હતો.આ વ્યક્તિઓ ગૌવંશનું કતલ કરી ગૌમાસ વેચવાની ફિરાકમાં હતા જોકે પોલીસે બાતમીના આધારે તેમને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર પલસાણા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.તે સમયે તેમને બાતમી મળતા તેમણે બલેશ્વર ગામની સીમમાં ઈદગાહ ફળિયામાં આવેલ મસ્જિદની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં રેડ કરી હતી.તે દરમ્યાન ત્યાં ઝાડ સાથે 8 ગાય અને બે વાછરડા દોરડા વડે બાંધેલ નજરે પડ્યા હતા અને ઘટના સ્થળેથી પોલીસે ત્યાં હાજર બે વ્યક્તિ સલીમ શબ્બીર શાહ તથા શબ્બીર બનુભાઈ શાહ ઉર્ફે પતંગ (બંને રહે, બલેશ્વર, ઈદગાહ ફળિયું) ને ઝડપી પાડ્યા હતા અને પૂછતાછ કરી હતી.તે દરમ્યાન આ બંને વ્યક્તિએ જણાવ્યુ હતું કે આ ગૌવંશ રફીક શબ્બીર શાહ બે દિવસ પહેલા લાવ્યો હતો.અને તેનું કતલ કરી ગૌમાંસ ઓર્ડર મુજબ વેચવાના હતા.અને રફીક ગૌમાંસનો ઓર્ડર લેવા માટે નીકળ્યો હતો પોલીસે રફીક શાહને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી પલસાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.