લખનૌ : ઉત્તર પ્રદેશ એટીએસે 2 એવા લોકોની ધરપકડ કરી છે જેઓ ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં ધર્માંતરણ અભિયાન ચલાવી રહી છે.ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિ દ્વારા એવા લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે જે ધર્માંતરણનો વધારે વિરોધ ન્હોતા કરતા સરળતાથી પ્રલોભનોમાં ફંસાઈ જતાં.આ લોકોમાં મહિલાઓ,વિક્લાંગ અને મૂક બધિર લોકોને ધર્મ પરિવર્તન કરવા ઉપર ખાસ જોર આપતા હતા.આ મામલાની તપાસ અન્ય લોકોની પણ ધરપકડ થવાની શક્યતા છે.
આ મામલે મીડિયા કર્મીઓ સાથે વાત કરતા યુપીના એડીજી લો. એન્ડ ઓર્ડ પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન માટે મોટા પ્રમાણમાં પૈસા આવી રહ્યા હતા.વિદેશોથી પણ ફંડિગ આવી રહ્યું હતું.આરોપી ઉમરના અનેક સહયોગીઓ પણ છે.જે ધર્માંતરણના ગુનામાં સહયોગી છે.તેમણે વધુમાં જણાવ્યું કે નોઇડા ડેફ સોસાયટી નોઈડા સેન્ટર સેક્ટર 117 જનપધ ગૌતમબુધ નગર જ્યાં મૂક અને બધીરોની સ્કૂલ છે.ત્યાં અન્ય મૂક બધિર સ્કૂલોના વિદ્યાર્થીઓને ગેરકાયદે રીતે વિભિન્ન પ્રકારની લાલચ જેવી કે નોકરી,લગ્નની લાલચ આપીને ઇસ્લામ ધર્મમાં પરિવર્તન કરાવવામાં આવતું હતું. વિદ્યાર્થીઓના પરિવારને આ ધર્માંતરણની જાણકારી હોતી નતી.
પ્રશાંત કુમારે વધુમાં જણાવ્યું હતું કે એક વિદ્યાર્થીના માતા-પિતાને પૂછપરછ કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે તેમનું બાળક ગુન થવાની સુચના મળી હતી.ત્યારબાદ આ કેસ 364માં પરિર્તન કરવામાં આવ્યો હતો.તેમણે પણ જણાવ્યું કે તેમનું બાળક મુક બધિર છે.