આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ સોશિયલ ડ્રામા પર આધારિત હશે

102

મુંબઈ,તા.૨૬
આલિયા ભટ્ટ હાલ તેની અપકમિંગ ફિલ્મ્સમાં વ્યસ્ત છે અને આ વચ્ચે તેણે એક નવી ફિલ્મ માટે હા પાડી છે. રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટની આગામી ફિલ્મ એક સોશિયલ ડ્રામા હશે. આ ફિલ્મને ‘હિન્દી મીડિયમ’ ફેમ ડિરેક્ટર સાકેત ચૌધરી ડિરેક્ટ કરશે અને ફિલ્મના પ્રોડયૂસર સાજીદ નડિયાદવાલા છે.
‘હિન્દી મીડિયમ’ ફિલ્મ બાદ ડિરેક્ટર બીજી સ્ક્રિપ્ટ પર કામ કરવા લાગ્યા હતા જેમાં હ્યુમર અને મેસેજ બન્ને હોય. આ ફિલ્મની સ્ટોરી ઇન્ડિયામાં જ સેટ છે. આલિયાને સ્ક્રિપ્ટ ગમી અને તેણે ફિલ્મ માટે હા કહી. ટૂંક સમયમાં મેકર્સ ફિલ્મનું અનાઉન્સમેન્ટ કરશે. હાલ તેઓ લીડ એક્ટરની શોધ કરી રહ્યા છે.
આ સિવાય આલિયાની અપકમિંગ ફિલ્મ્સ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ‘બ્રહ્માસ્ત્ર’ છે. આ બન્ને ફિલ્મ આ જ વર્ષમાં રિલીઝ થવાની છે. ઉપરાંત આવતા વર્ષે તેની ‘આરઆરઆર’ અને ‘તખ્ત’ ફિલ્મ રિલીઝ થશે.

Share Now