વધુ એક અભિનેત્રીને કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

266

કોરોના વાયરસથી વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે .ભારતમાં, જ્યાં લોકોને ઘરમાં રહીને બચાવવાનું સૂચન કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, સેલેબ્સ પણ તેની સાથે વિવિધ રીતે ડીલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.હોલીવુડ અભિનેતા ટોમ હેન્ક્સ, ઇદ્રીસ એલ્બા પછી, ‘ગેમ ઓફ થ્રોન્સ’ અને કામસૂત્રની સ્ટાર અભિનેત્રી ઈન્દિરા વર્મા (Kama Sutra: A Tale of Love) પણ કોરોના વાયરસ પોઝિટિવ છે. ઇન્દિરા વર્માએ આ માહિતી ત્યારે આપી જ્યારે બે દિવસ પહેલા ‘ગેમ ઓફ થ્રોન્સ’ના અભિનેતા ક્રિસ્ટોફર હિવજુએ પણ કોવિડ -19 માં ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ કરી હતી.

બ્રિટિશ અભિનેત્રી ઇન્દિરા વર્માએ ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે, ‘તે ખૂબ જ દુખુ છે કે કોવિડ -19 ને કારણે આપણા અને વિશ્વભરના અન્ય ઘણા કાર્યક્રમો પ્રભાવિત થયા છે. અમે ટૂંક સમયમાં પાછા આવવાની આશા રાખીએ છીએ. હું પથારીમાં છું અને હું બીમાર છું. સલામત અને સ્વસ્થ રહો અને તમારી આજુબાજુના લોકો પ્રત્યે દયાળું બનો.

તે હાલ લંડનના વેસ્ટ એન્ડમાં ધ સીગુલ નાટકમાં પણ કામ કરી રહી છે. પરંતુ કોરોના વાયરસના કારણે આ નાટક પર હાલ પ્રતિબંધ છે. ઇન્દિરા વર્મા સિવાય, બ્રિટીશ અભિનેતા, નિર્માતા અને સંગીતકાર ઇદ્રીસ એલ્બા પણ કોરોના ઇન્ફેક્શનની પકડમાં છે. તેણે ટ્વિટર પર એક વીડિયો મૂકીને આ માહિતી શેર કરી છે. તેણે કહ્યું, ‘આજે સવારે મને કોવિડ 19 પોઝિટિવ આવ્યો.

Share Now